નવી દિલ્હી : ગુરુવારે આઈપીએલની હરાજીમાં વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન શિમરોન હેટ્માયર (22) બેઝ પ્રાઇસ 50 લાખથી અંદાજે 16 ગણી વધુ કિંમત 7.75 કરોડમાં વેચાયો છે. આ પછી, તે એક મિત્ર સાથે આનંદમાં નાચવા લાગ્યો હતો. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સ, ફ્રેન્ચાઈઝીએ, જેણે હેટમાયરને ખરીદ્યો હતો, તેણે પણ આ વીડિયો શેર કર્યો છે.
ફ્રેન્ચાઇઝીએ પોસ્ટમાં લખ્યું કે, “હાય શિમરોન, દિલ્હી કેપિટલ્સ ટીમમાં સ્વાગત છે. શું તમે અમારા ચાહકો માટે કોઈ સંદેશ શેર કરી શકો છો? ”
Us: Hi, Mr. Shimron. Welcome to DC! Can you please share a message for our fans?
*1 minute later*@SHetmyer:#IPLAuction2020 #IPLAuction #ThisIsNewDelhi #DelhiCapitals pic.twitter.com/NrcjO03sJO
— Delhi Capitals (@DelhiCapitals) December 19, 2019