ક્રિકેટના સૌથી નાના ફોર્મેટ T20 બાદ હવે દુબઇમાં તેના પણથી નાનું ફોર્મેટ T10 શરૂ થવા જઇ રહ્યું છે. આ લીગમાં દુનિયાના ઘણા દિગ્ગજ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. જેને પગલે દુનિયાના મોટા ભાગના ક્રિકેટ ચાહકો આ નાના ફોર્મેટ T10 લીગની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
આ લીગનો રોમાંચ ત્યારે જોવા મળશે જ્યારે UAE માં T10 લીગ બેટ્સમેનો રનોનો વરસાદ કરશે. આ લીગમાં ટીમ ઇન્ડિયાના વિસ્ફોટન બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ, બુમ બુમ અફ્રિદી, ઇયોન મોર્ગન અને કુમાર સંગાકારા જેવા દિગ્ગજ ખેલાડીઓ ભાગ લેશે.
ચાર દિવસની આ લીગ ટુર્નામેન્ટ ઘણી રોમાંચક રહેવાની આશાઓ છે. કારણ કે આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ પર પૈસાઓનો વરસાદ થવાનો છે. જેને પગલે ક્રિકેટના ચાહકો આ લીગને જોવા માટે ઘણી આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
સદી લગાવનારને મળશે 85 લાખનું ઘર
આ નાના ફોર્મેટની ક્રિકેટ લીગને રોમાંચક બનાવવા માટે આયોજકો ઘણી કમર કસી રહ્યા છે. જેમાં ટુર્નામેન્ટમાં સદી લગાવનાર ખેલાડીને 5 લાખ દિરહામ એટલે કે 85 લાખની કિંમતનું ઘર મળશે. તો બીજી તરફ અડધી સદી ફટકારનાર ખેલાડીને હુયબલોટની ઘડીયાણ મળશે. જેની કિંમત 5 લાખથી શરૂ થાય છે.
T10 ટુર્નામેન્ટમાં ભાગ લેનારી 6 ટીમો આ પ્રમાણે છે
1) મરાઠા અરેબિયન્સ
2) પંજાબી લિજેંડ્સ
3) કેરલા કિંગ્સ
4) બાંગ્લા ટાઇગર્સ
5) પખટુન્સ
6) ટીમ શ્રીલંકા