આઈપીએલ 2022ની ફાઈનલમાં ફરી એક વાર બેટ્સમેન રનનો ઢગલો કરી શકે છે. ટી 20 લીગની 15મી સિઝનની ફાઈનલ રવિવારે રાજસ્થના રોયલ્સ અને ગુજરાત ટાઈટંસ વચ્ચે રમાવા જઈ રહી છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. રાજસ્થાનના ઓપનર બેટ્સમેન જોસ બટલર અત્યાર સુધીમાં 4 શતક ફટકારી ચુક્યો છે.બટલરે 16 ઈનિંગ્સમાં 59ની એવરેઝથી 824 રન બનાવ્યા છે. 4 અડધી સદી પણ ફટકારી છે. એટલે કે, 8 વાર 50થી વધારે રનની ઈનિંગ્સ રમી છે. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 151 રનની હતી. તો વળી ટીમનો અન્ય કોઈ બેટ્સમેન 450 રન પણ બનાવી શક્યો નથી. તેનાથી તેના સારા પ્રદર્શનને સમજી શકાય છે.ગુજરાત ટાઈટંસ તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યાએ 4 અડધી સદીની સાથે 456 રન બનાવ્યા છે.
સ્ટ્રાઈક રેટ 133 છે. તો વળી ટીમના એક અન્ય બેટસમેન ડેવિડ મિલરે 64 રનની સરેરાશ 449 રન બનાવ્યા. સ્ટ્રાઈક રેટ 141 ની છે. પંડ્યા અને મિલર બંને અત્યાર સુધી રાજસ્થઆન વિરુદ્ધ 2 મેચમાં આઉટ થયા નથી.જોસ બટલર, પંડ્યા અને મિલરના રનને જોડી દેવામાં આવે તો, તે 1700થી વધારે થઈ જાય છે. આ ત્રણેય ખેલાડી ફાઈનલમાં પણ મહત્વના રહેશે. બટલર જ્યાં ટીમની શરુઆત સંભાળે છે, તો આક્રમક બેટીંગ કરતો પણ જોવા મળે છે.
તો વળી મિલર અને પંડ્યા મિડલ ઓર્ડરમાં અત્યાર સુધી ટીમમાં શાનદાર પ્રદર્શન કરતા આવ્યા છે.બોલરની વાત કરીએ તો, રાજસ્થાન રોયલ્સને લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે અત્યાર સુધીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે 20ની એવરેઝથી સૌથી વધારે 26 વિકેટ લઈ ચુક્યો છે. 40 રન આપીને 5 વિકેટ તેનો બેસ્ટ સ્કોર છે. ઈકોનોમી લગભગ 8ની છે. તે હેટ્રિક પણ લઈ ચુક્યો છે.ગુજરાત તરફથી ટીમની સારી શરૂઆત અપાવનારામાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પર છે. તે અત્યાર સુધીમાં 24ની એવરેઝથી 19 વિકેટ લઈ ચુક્યો છે. 25 રન આપીને 3 વિકેટ તેનો બેસ્ટ સ્કોર છે. ઈકોનોમી રેટ 8ની નજીક છે.