નવી દિલ્હી : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ શુક્રવારે (21 ફેબ્રુઆરી) ટી 20 વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં સિડનીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે ટકરાશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ભારત લાંબા સમયથી સતત પ્રદર્શન કરી શક્યું નથી. ટીમ ઓસ્ટ્રેલિયાની ત્રિકોણીય સિરીઝમાં ફાઈનલમાં પહોંચી હતી. ભારત ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની એક મેચ હારી ગયું હતું અને એક મેચ જીત્યું હતું અને ફાઈનલમાં યજમાન સામે હાર્યું હતું.
ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી છ વખત યોજાયેલા ટ્વેન્ટી -20 વર્લ્ડ કપમાં ચાર વખત જીત મેળવી છે. ભારતીય ટીમને મધ્યમ ક્રમ અને નીચલા ક્રમે વધુ સારું પ્રદર્શન કરવું પડશે, જેથી નોકઆઉટમાં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડને પરાજિત કરી શકાય. ટીમ મેનેજમેન્ટે સુનિશ્ચિત કરવું પડશે કે મધ્યમ ક્રમ વારંવાર નિષ્ફળ સાબિત ન થાય.
Megz + Harman selfie remix (feat. Stormi the koala)#T20WorldCup pic.twitter.com/CRyFsY37Ja
— T20 World Cup (@T20WorldCup) February 20, 2020