ડેવિડ વોર્નરની સદી અને ઍરોન ફિન્ચ સાથેની તેની શતકીય ભાગીદારીને પગલે થયેલી ઉમદા શરૂઆત પછી ત્રાટકેલા
મહંમદ આમિરના કાતિલ પંજામાં સપડાયેલું ઓસ્ટ્રેલિયાની ટીમ 307 રને ઓલઆઉટ થઇ હતી. 308 રનના લક્ષ્યાંક સામે
પાકિસ્તાનની ટીમ 266 રને ઓલઆઉટ થઇ જતાં ઓસ્ટ્રેલિયા આ મેચ 41 રને જીત્યું હતું
વોર્નરની સદી અને ફિન્ચ સાથેની શતકીય ભાગીદારી છતાં ઓસ્ટ્રેલિયા 307 રનમાં ઓલઆઉટ
ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને ફિન્ચ અને વોર્નરે જોરદાર શરૂઆત અપાવી હતી અને બંને
ઓપનરે મળીને પહેલી વિકેટની ભાગીદારીમાં 146 રન જોડ્યા હતા. જોખમી બનતી ભાગીદારીને આમિરે તોડીને ફિન્ચને
અંગત 82 રને પેવેલિયન ભેગો કર્યો હતો. ફિન્ચ આઉટ થયો તે પછી કાંગારુ ટીમ ઍક પછી ઍક વિકેટ નિયમિત સમયાંતરે
ગુમાવતી રહી હતી અને ઓપનીંગ બેટ્સમેન સિવાયના અન્ય કોઇ બેટ્સમેન 25 રનના સ્કોરને પણ પાર કરી શક્યા
નહોતા.
આમિરે કેરિયર બેસ્ટ બોલિંગ પ્રદર્શન કરીને 10 ઓવરમાં માત્ર 30 રન આપી પહેલીવાર 5 વિકેટ ઉપાડી
38મી ઓવરમાં જ્યારે આફ્રિદીઍ સદી ફટકારનાર વોર્નરને આઉટ કર્યો તે સમયે ઓસ્ટ્રેલિયા 350થી વધુનો સ્કોર કરશે ઍવું
લાગી રહ્યું હતું, જો કે ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની અંતિમ 6 વિકેટ 7 ઓવરના ગાળામાં માત્ર 30 રનના ઉમેરામાં ગુમાવી
હતી. આમિરે કેરિયર બેસ્ટ બોલિંગ પ્રદર્શન કરીને 10 ઓવરમાં માત્ર 30 રન આપી 5 વિકેટ ઉપાડી હતી. તેના સિવાય
શાહીન શાહ આફ્રિદીઍ 2 જ્યારે હસન અલી, વહાબ રિયાઝ અને મહંમદ હાફિઝે 1-1 વિકેટ લીધી હતી.
308 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી, ઇમામે અર્ધસદી ફટકારી જ્યારે બાબર, હાફીઝ, સરફરાઝ
વગેરે ટુંકી ઇનિંગ રમ્યા હતા, જ્યારે અંતિમ ઓવરોમાં હસન અલી અને વહાબે ફટકાબાજી કરતા મેચમાં રોમાંચ આવ્યો હતો અને એક તબક્કે એવી શક્યતા ઊભી થઇ હતી કે પાકિસ્તાન આ મેચ જીતી જશે, જો કે સ્ટાર્કે જોરદાર બોલિંગ કરીને ઝડપથી બે વિકેટ ઉપાડતા અંતે ઓસ્ટ્રેલિયાઍ મેચ 41 રને જીતી લીધી હતી. કમિન્સે ૩ જ્યારે સ્ટાર્ક અને રિચર્ડસને ૨-૨ વિકેટ લીધી હતી.