શ્રીલંકા સામે અપસેટનો શિકાર બનેલી ઇંગ્લેન્ડની ટીમ મંગળવારે અહીના ઐતિહાસિક લોર્ડ્સના મેદાન પર વર્લ્ડ કપના ડિફેન્ડીંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે મેદાને પડશે ત્યારે તેની નજર વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખવા માટે મેચ જીતવા પર હશે. 6 મેચમાંથી 4 મેચ જીતીને ઇંગ્લેન્ડની ટીમ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.
ટાઇટલની પ્રબળ દાવેદાર ગણાતી આ ટીમે હવે અંતિમ ચારમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે બાકી બચેલી ત્રણમાંથી બે મેચ જીતવી પડશે. જા કે તેના માટે ઍ કામ સરળ નહીં રહે, કારણ તેની ત્રણેય મેચ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ભારત સામે છે. આ ત્રણેય સામે તે કદી વર્લ્ડ કપમાં જીતી શક્યું નથી. વળી ટીમ માટે જેસન રોય ઇજાને કારણે બહાર હોવાથી ઍ ઍક મોટો ફટકો છે. આ તરફ અોસ્ટ્રેલિયાઍ ઇંગ્લેન્ડ સામેની છેલ્લી 10 મેચમાંથી 9 હારી છે. જો કે હાલના વર્લ્ડ કપમાં અોસ્ટ્રેલિયાનું પ્રદર્શન જારદાર રહ્યું છે અને 6માંથી 5મેચ જીતીને તેઓ ફુલ ફોર્મમાં છે તેથી આવતીકાલની મેચ જોરદાર બની રહેવાની સંભાવના છે.