આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપમાં ભાગ લેવા માટે ભારતીય ટીમ મળસ્કે ઇંગ્લેન્ડ જવા રવાના થઇ ગઇ છે. ભારતીય ટીમ વર્લ્ડ કપ શરૂ થતાં પહેલા બે પ્રેકિટસ મેચ રમવાની છે. ભારતીય ટીમની આ બે પ્રેક્ટિસ મેચ 25મીઍ અને 28મીઍ રમાશે. જેમાંથી ૨૫મીઍ પહેલી પ્રેકિટસ મેચ ન્યુઝીલેન્ડની સામે રમશે અને તે પછી 2 દિવસના વિરામ પછી ૨૮મીઍ બાંગ્લાદેશ સામે બીજી પ્રેકિટસ મેચ ભારતીય ટીમ રમશે. ભારતીય ટીમ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત 5મી જૂને દક્ષિણ આફ્રિકા સામે રમીને કરશે.
વર્લ્ડ કપ પહેલાની પ્રેકિટસ મેચ (ભારતીય સમય અનુસાર)
તારીખ કોની કોની વચ્ચે સમય
24 મે પાકિસ્તાન વિ. અફઘાનિસ્તાન બપોરે 3.00 વાગ્યે
24 મે શ્રીલંકા વિ. દક્ષિણ આફ્રિકા બપોરે 3.00 વાગ્યે
25 મે ઇંગ્લેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા બપોરે 3.00 વાગ્યે
25 મે ટીમ ઇન્ડિયા વિ. ન્યુઝીલેન્ડ બપોરે 3.00 વાગ્યે
26 મે દક્ષિણ આફ્રિકા વિ. વેસ્ટઇન્ડિઝ બપોરે 3.00 વાગ્યે
26 મે પાકિસ્તાન વિ. બાંગ્લાદેશ બપોરે 3.00 વાગ્યે
27 મે ઓસ્ટ્રેલિયા વિ. શ્રીલંકા બપોરે 3.00 વાગ્યે
27 મે ઇંગ્લેન્ડ વિ. અફઘાનિસ્તાન બપોરે 3.00 વાગ્યે
28 મે વેસ્ટઇન્ડિઝ વિ. ન્યુઝીલેન્ડ બપોરે 3.00 વાગ્યે
28 મે બાંગ્લાદેશ વિ. ટીમ ઇન્ડિયા બપોરે 3.00 વાગ્યે