Wriddhiman Saha: ભારતીય વિકેટકીપર બેટ્સમેને અચાનક લીધી સંન્યાસ, ન્યૂઝીલેન્ડ સિરીઝમાં હાર બાદ તરત જ લેવાયો નિર્ણય
Wriddhiman Saha ટીમ ઈન્ડિયા તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી 0-3થી હારી ગઈ હતી. હવે આ હાર બાદ ભારતના વિકેટકીપર બેટ્સમેને નિવૃત્તિની જાહેરાત કરી છે.
Wriddhiman Saha ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી રમી હતી. ટીમ ઈન્ડિયાને શ્રેણીમાં 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું હતું કે જ્યારે ટીમ ઈન્ડિયાનો ઘરની ધરતી પર ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં કોઈ ટીમ દ્વારા વ્હાઇટવોશ થયો હોય. હવે આ શરમજનક હાર બાદ અચાનક ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેને નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
બંગાળ માટે રણજી ટ્રોફી રમી રહેલા ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ સોશિયલ મીડિયા દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. સાહાએ કહ્યું કે આ વખતે તે પોતાના કરિયરની છેલ્લી રણજી સિઝન રમી રહ્યો છે. તેણે ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી મેચ 2021માં રમી હતી.
ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીની નિવૃત્તિ પછી, સાહાને થોડા સમય માટે ભારતીય ટેસ્ટ ટીમના કાયમી વિકેટકીપર તરીકે જોવામાં આવ્યો હતો. જો કે, પછી 2021 માં, ભારતીય ટીમ મેનેજમેન્ટે સાહાને ટીમમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો અને ઋષભ પંતના બેકઅપ તરીકે KS ભરતની પસંદગી કરવામાં આવી. જો કે હવે ભરત પણ ટીમ ઈન્ડિયાના સેટઅપમાંથી લગભગ બહાર થઈ ગયો છે. આ દિવસોમાં ધ્રુવ જુરેલને ટેસ્ટ ટીમ ઈન્ડિયામાં પંતના બેકઅપ તરીકે જોવામાં આવે છે.
સાહાએ સોશિયલ મીડિયા પર છેલ્લી સિઝન રમવાની જાહેરાત કરી હતી
સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં સાહાએ લખ્યું છે કે, “ક્રિકેટમાં યાદગાર સફર બાદ, આ સિઝન મારી છેલ્લી હશે. હું સંન્યાસ પહેલા માત્ર રણજી ટ્રોફીમાં રમી રહ્યો છું.” આ સિઝનને યાદગાર બનાવો.”
After a cherished journey in cricket, this season will be my last. I’m honored to represent Bengal one final time, playing only in the Ranji Trophy before I retire. Let’s make this season one to remember! pic.twitter.com/sGElgZuqfP
— Wriddhiman Saha (@Wriddhipops) November 3, 2024
રિદ્ધિમાન સાહાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
તમને જણાવી દઈએ કે રિદ્ધિમાન સાહાએ પોતાની કારકિર્દીમાં ટીમ ઈન્ડિયા માટે 40 ટેસ્ટ અને 09 વનડે રમ્યા છે. ટેસ્ટની 56 ઇનિંગ્સમાં તેણે 29.41ની એવરેજથી 1353 રન બનાવ્યા, જેમાં 3 સદી અને 6 અડધી સદી સામેલ છે. આ સિવાય સાહાએ ODIની 5 ઇનિંગ્સમાં 41 રન બનાવ્યા હતા.