Yashasvi Jaiswal: યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે 277 બોલમાં 200 રનનો આંકડો સ્પર્શ કર્યો હતો. તે ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર ત્રીજો યુવા બેટ્સમેન પણ બન્યો હતો.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાએ 6 વિકેટ ગુમાવીને 336 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસના હીરો, યશસ્વી જયસ્વાલે રમતના બીજા દિવસે તેની ઇનિંગ્સને 176 રન સુધી લંબાવી અને બેવડી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. તેણે 277 બોલમાં 200 રનના આંકડાને સ્પર્શ કર્યો હતો.
આમ કરનાર તે ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો
ભારત માટે સુનીલ ગાવસ્કરે માત્ર 21 વર્ષ અને 227 દિવસની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારી હતી. જ્યારે વિનોદ કાંબલી ગાવસ્કર કરતા પણ આગળ છે. કાંબલીએ 21 વર્ષ અને 32 દિવસની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે બેવડી સદી ફટકારી છે. હવે જયસ્વાલે બેવડી સદી ફટકારી છે અને તેણે 22 વર્ષ અને 37 દિવસની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી છે. તે ભારત માટે બેવડી સદી ફટકારનાર ત્રીજા સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે.