મુંબઇ: ભારતના પૂર્વ ક્રિકેટર ઝહીર ખાને બોલિવુડ અભિનેત્રી સાગરીકા ઘાટગે સાથે ગુરૂવારે કોર્ટ મેરેજ કર્યા હતા. આ લગ્ન બાદ ઝહીર ખાન અને સાગરીકાએ કોકટેલ પાર્ટીનું આયોજન કર્યુ હતું.
જેમાં સચિન તેંદુકર પત્ની અંજલિ સાથે હાજર રહ્યો હતો. જ્યારે અજિત અગારકર પણ પત્ની સાથે આવ્યો હતો. સાથે જ આ પાર્ટીમાં હરભજન સિંહ પણ આવ્યો હતો. ઝહીર ખાનના લગ્નની કોકટેલ પાર્ટીમાં આકાશ અંબાણીએ પણ હાજરી આપી હતી.