ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ (ZC)ને શુક્રવારે દેશના રમત અને મનોરંજન પંચ (SRC) દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયું છે. SRC દેશમાં રમત માટે જવાબદાર મંત્રાલયને રિપોર્ટ કરે છે. ઝિમ્બાબ્વે ક્રિકેટના કાર્યકારી મેનેજિંગ ડિરેક્ટર ગિવમોર મેકોનીને પણ તેમના પદેથી સસ્પેન્ડ કરી દેવાયા છે. જે નિવેદન બહાર પાડવામાં આવ્યું છે તે અનુસાર ડેવિડ એલમેન બ્રાઉન, અહમદ ઇબ્રાહિમ, ચાર્લી રોબર્ટસન, સાઇપ્રિયન મેનડેગે, રોબર્ટસન ચિયેંગેટેરે, સિકેસઇ નોકવારા અને ડંકન ફ્રોસ્ટને દેશમાં ક્રિકેટના સંચાલન માટે રચાયેલી વચગાળાની કમિટીમાં સામેલ કરાયા છે.
SRCએ આ પગલું એ નિર્દેશના એક અઠવાડિયા પછી ભર્યું છે જેને ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડની ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલી ફરિયાદો અને ઝિમ્બાબ્વે ક્રિકેટના બંધારણના ભંગની ફરિયાદો અને અન્ય ઘણાં વિવાદો પછી જારી કરાયો હતો. SRCએ ગત અઠવાડિયે નિર્દેશ જારી કરીને ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડની ચૂંટણીને રદ કરવા જણાવ્યું હતું. જો કે ક્રિકેટ બોર્ડે એ નિર્દેશની અવગણના કરી અને તાવેંગના મુખુલાનીને ચાર વર્ષ માટે ફરી ચુંટી કાઢ્યા હતા. બોર્ડના આ નિર્ણય પછી SRCએ પોતાના પાવરનો ઉપયોગ કરીને આખા બોર્ડને જ સસ્પેન્ડ કરી દીધું હતું.