અમદાવાદ : ભારતીય ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીની દિકરી ઝીવાનો સોન્ગ ગાતો વધૂ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એમએસ ધોની ફેન્સના પેજે પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શેર કર્યો છે. આ વીડિયોને શેર કરીને તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, ‘સરદી, તાવ, તેમ છતાં બેબી ઝીવા ગીત ગાઈ રહી છે. જેવા પિતા, તેવી દીકરી’. ટ્વિટર પર શેર કરવામાં આ વીડિયોમાં તમે ઝીવાને ગીત ગાતા સાંભળી શકો છો. જીવાના અવાજથી માલુમ પડે છે કે તે ખૂબ બીમાર છે. તાવ હોવા છતાં તે પોતાના ક્યૂટ અવાજમાં લોકોને ગીત સાઈને સંભળાની રહી છે. સોશિયલ મીડિયામાં ઝીવાના આ વીડિયોએ યૂઝર્સનું દિલ જીતી લીધું છે.
https://www.instagram.com/p/BcKwRT_Ahqi/?hl=en&taken-by=zivasinghdhoni006
નવા વીડિયોમાં લાગે છે ક્યૂટ
આ વીડિયોમાં ઝીવા ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. ઝીવાના આ વીડિયોના યુઝર્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાથર્ના કરી રહ્યા છે. આ પહેલા પણ ઝીવા ગીત ગાતા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો હતો. ઝીવાના આ વીડિયોને થોડા જ કલાકોમાં લાખો લોકોએ શેર કરી નાખ્યો.
આ પહેલા પણ શેર થયા ઝીવાના વીડિયો
ઝીવા એક અન્ય વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જેમાં તે રોટલી વણી રહેલી દેખાઈ રહી હતી. આ વીડિયોમાં તે પોતાના નાના-નાના હાથોથી રોટલી વણવાનું શીખી રહી હતી. જણાવી દઈએ કે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી સિંહ ધોની સતત સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે અને ઘણીવાર ઝીવા ધોનીના કેટલાક વીડિયો અને ફોટો શેર કરતા રહે છે.