શહેરના સરદારબાગ પાછળ ગુલીસ્તાન સોસાયટીમાં રહેતા અને જુનાગઢ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા યુસુફભાઈ સુલેમાનભાઈ કરૂડ ઈ.વ.59 એ ડાંગરા ચોકમાં સોના ચાંદીની દુકાન ધરાવતા સૈફુદીન નૂરુદિન વોરા અને તેના પુત્ર શબ્બીર સૈફુદીન વોરા અને અઝગર ઉર્ફે ગુડ્ડુ પાસેથી 2010 થી 2014 દરમિયાન સોનાના 10 બિસ્કીટ અને 55 કિલો ચાંદીની ખરીદી કરી હતી જેના કટકે કટકે 6330000 આપ્યા હતા બાદમાં વેપારી પિતાપુત્રો તમારે જ્યારે જરૂર હોય ત્યારે તમને સોનુ ચાંદી પરત આપી દઈશું એમ કહ્યું હતું તેની પહોંચ પણ આપતા હતા જેમાં અંગ્રેજીમાં ટી એટલે કે 100 ગ્રામ સોનાનું બિસ્કીટ એવું લખતા હતા વકીલ યુસુફભાઈએ દાગીના બનાવવા માટે સોનુ ચાંદી પરત માંગતા સૈફુદીન વોરા અને તેના પુત્રોએ પાંચ સોનાના બિસ્કીટ તેમજ 30 કિલો ચાંદી વેચી તેના દસ લાખ પરત આપ્યા હતા પરંતુ પાંચ બિસ્કીટ અને 25 કિલો ચાંદી પરત આપી ન હતી અવારનવાર માંગણી કરવા છતાં પરત આપતા ન હતા અને બહારના આપતા હતા વકીલ ઉઘરાણી કરવા જતા ત્યારે હવે આવતો નહીં નહિતર જીવતો નહીં જવા દઈએ એવી ધમકી પણ આપતા હતા બાદમાં ફોન રિસીવ કરવાનું પણ બંધ કરી દીધું હતું સૈફુદીન ચેનાઈ જતો રહ્યો છે આખરે 25.62 લાખની કિંમતનું સોનુ ચાંદી પરત ન મળતા વકીલ યુસુફભાઈ કરુડે સૈફુદીન વોરા તેમના પુત્ર શબ્બીર સૈફુદીન વોરા અને અલી અજગર વોરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે
