દહેજની બેઝ કેટાલીસ્ટ કંપની માં કથિત એલ્યુમિનિયમ ક્લોરાઇડ બનાવતા ક્લોરીનેશન દરમ્યાન રીએકશન સમયે બે કામદાર દાઝ્યા.
બેઝ કેટલીસ્ટ ના સંચાલકોએ આ લખાય છે. ત્યાં સુધી પોલીસ ને જાણ કરી નથી. શું મામલો છુપાવવાનો પ્રયત્ન છે..??
જાણવા મળતી વિગત અનુસાર જીએસીએલ ની બેઝ કેટલીસ્ટ કંપનીમાં ૨ કામદાર ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે,કથિત એલ્યુમિનિયમ ક્લીરાઈડ બનાવવાના રીએકશન માં ક્લોરીન વપરાતો હોઈ શક્ય છે કે કામદાર દ્વારા પ્રેસરનું ધ્યાન ન રખાયું હોઈ ક્લોરીનનું પ્રેસર વધતા આ ઘટના બની હોઈ શકે ત્યારે ફેકટરી ઇન્સ્પેકટર દ્વારા ઘટનાની તલસ્પર્શી તપાસ થાય તેવી કામદાર આલમ માં ચર્ચા ઉઠવા પામી છે કેમકે ઉદ્યોગોમાં છાસવારે બનતી આવી ઘટનાઓ કામદારો માટે જીવલેણ સાબિત થાય છે ને એસી ચેમ્બરમાં બેસનારાનું રુવાડુય ફરકતું નથી.
વીમો ઉતારી કે દવા કરવી અને મૃત્યુ સમયે પૈસા ચૂકવો એ સાથે કામદારોને મશીનરી,વાતાવરણ ઉપલબ્ધ સાધનોનો યોગ્ય ઉપયોગ વિગેરે ઉપર દુર્લક્ષ સેવવાના ઘાતક પરિણામ સમયે મોટી કંપનીઓ માનવતા દાખવી હોવાનો ડોળ કરે છે પણ ગરીબ મજૂર મરે છે પીડાય છે કે અપંગ બને ત્યારે કુટુંબ પાયમાલ બની જાય છે ત્યારે તથાકથિત કંપનીના સેફટી ડિપાર્ટમેન્ટ અને તેની ઉપર જિલ્લામાં કન્ટ્રોલ કરનાર ફેકટરી ઇન્સ્પેકટર ક્લોઝર જેવી નોટિસ આપી ખાનાપુરતી કરતા હોવાનું ચર્ચાય છે,મસમોટા વહીવટ થાય છે ને સમય વીતતા વાત ભુલાય છે ત્યારે આમ ન બને તે માટે જિલ્લા કલેકટર દ્વારા કંપનીની શેહ શરમ રાખ્યા વગર પ્રામાણિક તપાસ કરાવી યોગ્ય પગલાં ભરવા જરૂરી બને છે.