આ નરાધમ શખ્સ વિસ્તારના 200 જેટલા ઘરમાં મહિલાઓના નામ ચલણી નોટો અને કોરા કાગળમાં ચિઠ્ઠીઓ લખી બદનામ કરી રહ્યો છે. – આ શખ્સ રૂ.10 ની નોટ, રૂ.20 ની નોટ અને રૂ.50 ની નોટમાં તેમજ અમુક ચિઠ્ઠીઓ સાદા કાગળમાં લખીને નાખતો હોવાના પુરાવાઓ મહિલાઓએ પોલીસ સ્ટેશને રજુ કરતા ચકચાર મચી ગઈ. જસદણમાં મહિલાઓએ ક્યારેય સાંભળ્યો ન હોય અને ક્યારેય આવું વિચાર્યું ન હોય તેવો ચોંકાવનારો એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં જસદણના ચિતલીયા રોડ પર આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહેતી 200 જેટલી મહિલાઓને બદનામ કરવા માટે તેમના રહેણાંક મકાનમાં અવારનવાર એક અજાણ્યા માનસિક વિકૃત શખ્સ દ્વારા છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી ચલણી નોટોમાં અને કાગળમાં અતિ બીભત્સ શબ્દો લખેલી ચિઠ્ઠીઓ નાંખી હેરાનપરેશાન કરતો હોવાની વિસ્તારની મહિલાઓ અને પુરૂષો દ્વારા જસદણ પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી. આ શરમજનક કિસ્સા અંગે આજદિન સુધી વિસ્તારની મહિલાઓ પોતાની બદનામી થવાના ડરથી કોઈને કહેતી ન હતી. પરંતુ એક અજાણ્યા વિકૃત માનસિકતા ધરાવતા શખ્સે પોતાની હદ વટાવી દેતા મહિલાઓ ભારે મુંજવણમાં મુકાઈ ગઈ હતી. જેથી ઉમિયાનગર વિસ્તારના આગેવાન બીપીનભાઈ નાકરાણી, ભરતભાઈ ભાલાળા, નીકુલભાઈ રામાણી, પરેશભાઈ શેખલીયા, રવીન્દ્રભાઈ છાયાણી અને જયદીપભાઈ રામાણી સહિતના આગેવાનોએ માનસિક વિકૃત માણસના ત્રાસથી કંટાળી જઈ તે વિસ્તારના નગરસેવક નરેશભાઈ ચોહલીયાને આ શરમજનક બાબત અંગે જાણ કરતા અને આ અજાણ્યા વિકૃત માણસથી છૂટકારો અપાવવા રજૂઆત કરી હતી. જેથી ઉપરોક્ત તમામ આગેવાનોએ મહિલાઓની સહીવાળી તૈયાર કરેલી લેખિત રજૂઆત જસદણ પોલીસ સ્ટેશને આપતા પોલીસ પણ આ શરમજનક કિસ્સો સાંભળીને અને પુરાવાઓ જોઈને ચોંકી ઉઠી હતી. હાલ આ બનાવમાં જસદણ પોલીસે તે વિસ્તારની મહિલાઓની રજૂઆતના પગલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.જસદણના ચિતલીયા રોડ પરની ઉમિયાનગર વિસ્તારની મહિલાઓ દ્વારા જસદણ પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, અમારા વિસ્તારની મહિલાઓને બદનામ કરવા માટે કોઈ અજાણ્યો શખ્સ અંદાજે 10 વર્ષથી હેરાન કરી રહ્યો છે. આ શખ્સ મહિલાઓના નામજોગ ચિઠ્ઠીઓ ઘરમાં નાખી શારીરિક બદનામ કરતી ચિઠ્ઠીઓ નાખીને નાની ઉમરની મહિલાઓ અને મોટી ઉંમરની મહિલાઓ વિષે અભદ્ર અને બીભત્સ ભાષામાં ચિઠ્ઠીઓ લખીને અવારનવાર નાખે છે. આ શખ્સ રૂ.10 ની નોટ, રૂ.20 ની નોટ અને રૂ.50 ની નોટમાં તેમજ અમુક ચિઠ્ઠીઓ સાદા કાગળમાં લખીને નાખે છે. આવા કારનામાં કરનાર શખ્સથી અમારે મહિલાઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. અમારી પાસે તેની ચીઠ્ઠીઓ અને નોટો સહિતના તમામ પુરાવાઓ છે. જેથી વહેલી તકે આ શખ્સને પકડી પાડી કાયદાનું ભાન કરાવવામાં આવે અને અમને મહિલાઓને આ શખ્સના ત્રાસથી મુકત કરવામાં આવે તેવી અંતમાં માંગ કરવામાં આવી છે. આજે અમારા વિસ્તારની એક ગંભીર ફરિયાદ મારા ધ્યાને આવી હતી. મારા 25 વર્ષના જાહેરજીવનમાં આવી ફરિયાદ પહેલીવાર આવી છે. આ ફરિયાદ ખુબ ગંભીર છે અને લોકોને મુશ્કેલીમાં મૂકી દે તેવી છે. કોઈ માનસિક વિકૃત માણસ અલગ-અલગ મકાનોમાં ચિઠ્ઠીઓ નાખી જાય છે. આ ચિઠ્ઠીઓ એટલી હદે ખરાબ લખવામાં આવે છે કે જેનાથી કોઈકના ઘર ભાંગી જાય એટલે હદે એક માનસિક વિકૃત માણસ ચિઠ્ઠીઓ નાખી જાય છે. આ વિસ્તારના રહીશો મારી પાસે આ ગંભીર ફરિયાદ લઈને આવતા મેં વિસ્તારવાસીઓને સાથે રાખી જસદણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા માનસિક વિકૃત માણસ વિરુદ્ધ અરજી આપેલ છે. આ માનસિક વિકૃત માણસ વિવિધ ચલણી નોટોમાં અલગ-અલગ લોકોના નામ લખી 200 જેટલા મકાનની ડેલીઓમાં બીભત્સ લખાણવાળી ચિઠ્ઠીઓ નાખી જાય છે. અમુક લોકોએ મને એવી પણ ફરિયાદ કરી છે કે આ વિકૃત માણસ છેલ્લા 20 વર્ષથી આવી ચિઠ્ઠીઓ નાખી જાય છે. ખરેખર આ પ્રશ્ન અતિ ગંભીર કહેવાય. જેથી આ વિકૃત માણસને પકડી કાયદાનું ભાન કરાવવું જોઈએ. આજે અમારા વિસ્તારની એક ગંભીર ફરિયાદ મારા ધ્યાને આવી હતી. મારા 25 વર્ષના જાહેરજીવનમાં આવી ફરિયાદ પહેલીવાર આવી છે. આ ફરિયાદ ખુબ ગંભીર છે અને લોકોને મુશ્કેલીમાં મૂકી દે તેવી છે. કોઈ માનસિક વિકૃત માણસ અલગ-અલગ મકાનોમાં ચિઠ્ઠીઓ નાખી જાય છે. આ ચિઠ્ઠીઓ એટલી હદે ખરાબ લખવામાં આવે છે કે જેનાથી કોઈકના ઘર ભાંગી જાય એટલે હદે એક માનસિક વિકૃત માણસ ચિઠ્ઠીઓ નાખી જાય છે. આ વિસ્તારના રહીશો મારી પાસે આ ગંભીર ફરિયાદ લઈને આવતા મેં વિસ્તારવાસીઓને સાથે રાખી જસદણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા માનસિક વિકૃત માણસ વિરુદ્ધ અરજી આપેલ છે. આ માનસિક વિકૃત માણસ વિવિધ ચલણી નોટોમાં અલગ-અલગ લોકોના નામ લખી 200 જેટલા મકાનની ડેલીઓમાં બીભત્સ લખાણવાળી ચિઠ્ઠીઓ નાખી જાય છે. અમુક લોકોએ મને એવી પણ ફરિયાદ કરી છે કે આ વિકૃત માણસ છેલ્લા 20 વર્ષથી આવી ચિઠ્ઠીઓ નાખી જાય છે. ખરેખર આ પ્રશ્ન અતિ ગંભીર કહેવાય. જેથી આ વિકૃત માણસને પકડી કાયદાનું ભાન કરાવવું જોઈએ.
