માળિયાના કુંભારિયામાં ઘર પાસે ગાળો બોલનારને ટપારતા યુવતી પર હુમલો
ચાર ઇસમોએ દાદા અને પૌત્રીને માર મારતા પોલીસ ફરિયાદ
માળિયા તાલુકાના કુંભારિયા ગામ નજીક ઘર પાસે ગાળો બોલવા બાબતે યુવતીએ એક ઈસમને ટપારતા તે બાબતનો ખાર રાખી ધોકો અને કુહાડી લઈને રાત્રીના યુવતીને ઘરે ધસી ગયો હતો જ્યાં યુવતીને કુહાડીનો ઘા ઝીંકી યુવતીને ઈજા કરી તેમજ યુવતીના દાદાને ધોકા વડે માર મારી ઈજા કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
કુંભારિયા ગામની રહેવાસી સોનલબેન દિનેશભાઈ મોરતરીયા (ઉ.વ.૧૮) નામની યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૩૦ માર્ચના રોજ શેરીમાં ભરત સોંડાભાઈ કુતરાને મારતા હોય અને ગાળો બોલતા હોય જેથી તમારી શેરીમાં કુતરાને મારજો અમારા ઘર પાસે ગાળો ના બોલો કહેતા ભરત ત્યાંથી જતો રહ્યો હતો અને બાદમાં પાછો આવી જેમ ફાવે તેમ બોલવા લાગ્યો હતો જેથી મોટાબા કસ્તુરીબેન, કુટુંબી મોટા બાપુનો દીકરો અંકિત આવ્યો અને માળિયા પોલીસ સ્ટેશન જાણ કરવા ગયા હતા જે બાબતે જાણ થતા ભરતભાઈ તેમજ કાનાભાઈ સોંડાભાઈ બંને ઘરે આવ્યા હતા જેમાં કાનાભાઈના હાથમાં કુહાડી હતી અને ભરતના હાથમાં લાકડાનો ધોકો હતો બંને આવી અમારા વિરુદ્ધ ફરિયાદ કરવા જાવ છો કહીને ઝઘડો કરવા લાગ્યા હતા
અને ગાળો બોલવાની નાં પાડતા ભરતભાઈએ ફરિયાદીના દાદા ગોરધનભાઈને ધોકા વડે માર મારવા લાગ્યા હતા અને સોનલબેન બચાવવા વચ્ચે પડતા કુહાડી વડે ઘા મારતા હાથ વચ્ચે નાખતા હાથની આંગળીમાં ઈજા થઇ હતી તેમજ રાજેશભાઈ અને શત્રુધન ઉર્ફેદ દકુંડો આવીને ઢીકા પાટું માર મારવા લાગ્યા હતા અને લોકો ભેગા થઇ જતા તમામ ઈસમો નાસી ગયા હતા ફરિયાદી સોનલબેનને ઈજા થતા હોસ્પિટલ સારવાર માટે લઇ ગયા હતા
આમ ભરત સોંડાભાઈ શેરીમાં કુતરાને મારતો હોય અને ગાળો બોલતો હોય જેથી ગાળો નહિ બોલવાનું કહેતા ઝઘડો કરી માર મારી કુહાડી વડે ઈજા કરી દાદા ગોરધનભાઈને મુંઢ માર મારી ઈજા પહોંચાડી હતી માળિયા પોલીસે આરોપી ભરત સોંડાભાઈ, કાના સોંડાભાઈ તેમજ રાજેશ સોંડા ભાઈ અને શત્રુધન ઉર્ફે દકુંડો સોંડાભાઈ રહે બધા કુંભારિયા તા. માળિયા વાળા વિરુદ્ધ મારામારી ની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે