મોરબીના જીવાપર ગામની સીમમાં ખેતરમાં જુગાર રમતા છ ઝડપાયા
મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને પોલીસે ૧.૦૩ લાખની રોકડ રકમ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જીવાપર ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા નરશીભાઈ ચકુભાઈ પટેલ, અરવિંદભાઈ બેચરભાઈ પટેલ રહે બંને જીવાપર તા. મોરબી તેમજ વસંતભાઈ હરજીવનભાઈ પટેલ, રાજેશભાઈ ભવાનભાઈ પટેલ, કલ્પેશભાઈ ગોવિંદભાઈ પટેલ અને રમેશભાઈ બાલુભાઈ પટેલ રહે ચારેય જશમતગઢ તા. મોરબી એમ કુલ છ આરોપીને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રકમ રૂ ૧,૦૩,૦૫૦ નો મુદામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગારધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને પોલીસે ૧.૦૩ લાખની રોકડ રકમ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છેમોરબી તાલુકાના જીવાપર ગામની સીમમાં ખુલ્લા ખેતરમાં જાહેરમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને પોલીસે ૧.૦૩ લાખની રોકડ રકમ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે