મોરબીના રામચોક નજીક વાહન પાર્કિંગ મામલે મહિલાઓ બાખડી, સામસામી ફરિયાદ
બંને પક્ષે છુટા હાથની મારામારી કરી, સામસામી ફરિયાદ નોંધાવી
મોરબી શહેરના રામચોક વિસ્તારમાં વાહન પાર્કિંગ કરવા મામલે બે મહિલાઓ વચ્ચે મારામારી થવા પામી હતી અને બાદમાં બંને મહિલાઓના પરિચિતો પણ આવી જતા મામલો વધુ બીચકયો હતો અને બંને પક્ષે છુટા હાથની મારામારી કરી હતી જે બનાવ બાદ બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે જેથી એ ડીવીઝન પોલીસે બંને પક્ષે ચાર ચાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીના વર્ધમાન રેસીડેન્સીમાં રહેતા અને પાટીદાર કન્સલટન્ટમાં બેસી વેપાર કરતા શ્વાતીબેન પીયુષભાઈ અઘેરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે બપોરના સુમારે તેમને પોતાનું ટૂ વ્હીલર લઈને ઘરેથી નીકળી ઓફિસે આવ્યા હોય અને કોમ્પ્લેક્ષ નીચે પાર્ક કરતા નીચે ભવાની ખમણ દુકાનમાંથી સ્મિતાબેન પાસે આવીને તમારું વાહન આ જગ્યા પર પાર્ક કરવું નહિ અહી ગ્રાહકોને બેસાડવા માટે જગ્યા જોઈ છે કહ્યું હતું ત્યારે શ્વાતીબેને લીગલી ભાડા ઉપર કોમ્પ્લેક્ષમાં દોઢેક મહિનાથી વેપાર ધંધા માટે લીધું છે અને કાયમ અહી જ વાહન પાર્ક કરતા હોય અને ત્યાં વાહન પાર્ક કરશે તેમ કહેતા સ્મિતાબેને ગુસ્સે થઈને હાથમાં રહેલ ખમણ કાપવાની પાતળી પટ્ટીવાળી લાકડાના હાથા વાળી છરી હતી અને સ્મિતાબેને માથાના વાળ પકડી તેમજ સ્મિતાબેનના પતી નવીનભાઈ, દીકરો કરણ અને ભાણેજ દુર્હ્વ ત્રણેય લોકોએ મહિલાને પકડી રાખી અને સ્મિતાબેને ફરિયાદી શ્વાતીબેનને માર મારી લાતો ઢીકા તેમજ છાતીના ભાગે મારી ઈજા કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે આરોપી સ્મિતાબેન નવીનભાઈ રૂપારેલીયા, નવનીતભાઈ બાબુલાલ રૂપારેલીયા, કરણ નવનીતભાઈ રૂપારેલીયા અને ધ્રુવ રહે બધા મોરબી વાળા વિરુદ્ધ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
જયારે સામાપક્ષે સ્મિતાબેન નવીનભાઈ રૂપારેલીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે બપોરે તે રામચોક પાસે આવેલ પોતાની ખમણની દુકાને હોય ત્યારે સ્વાતીબેન પોતાનું બાઈક પાર્ક કરતા હોય અને તમારું વાહન આ જગ્યા પર પાર્ક ના કરો બહારની જગ્યાએ કરો કહેતા સ્વાતીબેને ગુસ્સે થઈને આવેશમાં આવી મારામારી કરવા લાગ્યા હતા અને દુકાનમાંથી તેના પતિ પીયુષ, અભયભાઈ અને સૌરભભાઈ ત્રણેય લોકો આવી ફરિયાદી સ્મિતાબેનને પકડી રાખી સ્વાતીબેને માથાના વાળ પકડી રાખી લાતો ઢીકાથી માર મારી ઈજા કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે આરોપી સ્વાતીબેન પીયુષભાઈ અઘેરા, પીયુષ જયંતીભાઈ અઘેરા, અભયભાઈ અને સૌરવભાઈ રહે બધા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે