મોરબીના લીલાપર ગામમાં ૪૦.૫૧ લાખના દારૂ પ્રકરણમાં ફરાર આરોપી ઝડપાયો
મોરબી તાલુકાના લીલાપર ગામની સીમમાં આવેલ ગોડાઉનની ઓરડીમાંથી પોલીસે ૪૦.૫૧ લાખની કિમતનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો જે ગુનામાં એક આરોપી છએક માસથી ફરાર હોય જે ફરાર આરોપીને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ગત તા. ૨૮-૦૯-૨૦૨૨ ના રોજ લીલાપર ગામે આવેલ ગોડાઉનની ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૮૯૮૮ કીમત રૂ ૪૦,૫૧,૮૦૦ ના દારૂના જથ્થા સાથે મિત વિજય ચૌહાણને ઝડપી લીધોહતો જે ગુનામાં દીપકસિંહ ખોડુભા વાઘેલા અને ચેતનસિંહ રવીન્દ્રસિંહ ચૌહાણ તથા સોનારામ દુદારામ કડવાસરાને ઝડપી લીધા હતા જે ગુનામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી ચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા રહે લજાઈ વાળાનું તપાસ દરમિયાન નામ ખુલ્યું હતું
આરોપી છએક માસથી નાસતો ફરતો હતો જે આરોપી રવિરાજ ચોકડી ખાતે હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્કવોડ ટીમે સ્થળ પરથી આરોપી ચંદ્રસિંહ સરદારસિંહ ઝાલા (ઉ.વ.૩૦) રહે લજાઈ તા. ટંકારા વાળાને ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપવા આગળની કાર્યવાહી હાથ ધરી છે