મોરબીમાં ત્રણ ટેન્કરનો સોદો કરી ટોકન આપી પેમેન્ટ ના ચુકવ્યું, ૩૬.૯૯ લાખની છેતરપીંડીની ફરિયાદ
બે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી
મોરબી શહેરમાં ગાડીના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન સાથે ત્રણ ટેન્કરનો સોદો કરવાનું કહીને ૫૧ હજારનું ટોકન આપી બે ઇસમોએ ત્રણ ટેન્કરનો સોદો કરી લખાણ કરાવી કાગળો લઈને બાદમાં પેમેન્ટ ના ચૂકવી ૩૬.૯૯ લાખની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે
મોરબીના સામાકાંઠે સૂર્યકીર્તિનગર સોસાયટીમાં રહેતા હસમુખભાઈ નાજાભાઈ હુંબલે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે ૨૦ વર્ષથી ટ્રક ટેન્કરનો ધંધો કરતા હોય અને પોતાના ૦૪ ટેન્કર છે જેના ટેન્કર જામનગર રિલાયન્સ કંપનીમાં ચાલતા હોય અને કચ્છમાં લોડાઈ ખાતે ગુરુદ્વારા આવેલ જ્યાં આવતા જતા હોય જેથી દેવાભાઈ ઉર્ફે બાબુભાઈ સારીગભાઈ પંડક રહે જામનગર વાળાને ઓળખતા હતા અને હસમુખભાઈ હુંબલ પાસે રહેલા ટેન્કર વેચવાના હોય જેથી છએક મહિના પહેલા દેવાભાઈને વાત કરી હતી જેથી દેવાભાઈએ ટેન્કર ગાડીઓ એક ભાઈને લેવાની છે કહીને દેવાભાઈ ઉર્ફે બાબુભાઈ કોઈ ભુરાભાઈ દાનાભાઈ મોરી રહે રાતડી પોરબંદર વાળાને લાવ્યા હતા અને ગાડીઓ જોયા બાદ ટેન્કર ગમે છે જેથી ત્રણેય ગાડીઓ પોતે લેવાની છે તેમ કહીને એક ગાડીના રૂ ૧૨.૫૦ લાખ નક્કી કર્યા હતા
જેમાં ૬.૫૧ લાખ રોકડા આપવાનું નક્કી કર્યું હતું અને ત્રણેય ગાડીનો સોદો કરી તા. ૦૧-૧૧૦૨૦૨૨ ના રોજ દેવાભાઈ અને ભુરાભાઈ મોરી મોરબી આવ્યા હતા અને ૬.૫૧ લાખ એડવાન્સ આપવાના અને બાકીના રૂપિયા લોન થયા બાદ ૪૫ દિવસમાં ચૂકવી આપવાનું નક્કી કર્યું હતું અને ફરિયાદી હસમુખ અને તેના ભાઈ પ્રદીપભાઈની ૦૩ ગાડીઓ જીજે ૦૩ એઝેડ ૫૭૧૬, જીજે ૦૩ એઝેડ ૭૭૧૬ અને જીજે ૦૩ એઝેડ ૬૪૯૫ ભુરાભાઈને લેવાની હોય જેથી એક લખાણ કરેલ જે બંને પક્ષોએ નોટરાઈડ કરાવેલ અને ત્રણેય ગાડીઓનો કબજો જામનગર ખાતેથી બારોબાર ભુરાભાઈને સોપી દીધો હતો
ત્યારે તમામ અસલ કાગળો અને ટીટીઓ ફોર્મમાં સહી કરી ભુરાભાઈ અને બાબુભાઈ પર વિશ્વાસ રાખીને સોપી દીધા હતા અને એક મહિના પછી એડવાન્સ આપવાના હતા જે પૈકીના રૂ ૫૧,૦૦૦ ખાતામાં નાખ્યા હતા અને પૈસા માટે ભુરાભાઈને અનેક વખત કહેવા છત ખોટા બહાના બતાવતા હતા જેથી દેવાભાઈને વાત કરતા તેઓ પણ બહાના બનાવતા હતા આમ આરોપી દેવાભાઈ ઉર્ફે બાબુભાઈ સારીગભાઈ પંડક રહે જામનગર અને ભુરાભાઈ દાનાભાઈ મોરી રહે રાતડી પોરબંદર વાળાએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને ત્રણ ટેન્કર લીધા જેના બાકી નીકળતા રૂ ૩૬.૯૯ લાખ નહિ આપી ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે