મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં વધુ એક મુદત પડી, હવે ૧૫ એપ્રિલે સુનાવણી થશે
આરોપી જયસુખ પટેલ કોર્ટમાં હાજર રહ્યા
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં કોર્ટમાં આરોપી જયસુખ પટેલ વિરુદ્ધ પુરક ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી જે પુરક ચાર્જશીટ રજુ થયા જયસુખ પટેલ કોર્ટમાં હાજર થયા હતા અને કોર્ટે તા. ૩૧ માર્ચની મુદત આપી હોય જેથી આજે ફરીથી આરોપી જયસુખ પટેલ કોર્ટમાં હાજર રહ્યા હતા અને વધુ સુનાવણી તા. ૧૫ એપ્રિલના રોજ મુકરર કરવામાં આવી છે
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં ૧૩૫ નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા બાદ પોલીસે તુરંત ઓરેવા ગ્રુપના મેનેજર સહીત ૯ આરોપીને ઝડપી લીધા હતા અને ત્રણ માસ સુધી ફરાર રહેલા ઓરેવા ગ્રુપના એમડીએ પણ આખરે કોર્ટનું શરણું લીધું હતું અને શરણાગતિ સ્વીકારી લેતા તેમની વિધિવત ધરપકડ કરી પોલીસે રિમાન્ડ મેળવી પૂછપરછ કરી હતી અને બાદમાં સબ જેલમાં મોકલ્યા હતા એક મહિના જેટલો સમય તેઓ જેલમાં રહ્યા બાદ વચગાળાના જામીન માટે અરજી કરી હતી જે કોર્ટે ફગાવી દીધી હતી અને જયસુખ પટેલને કોઈ રાહત મળી ના હતી
દરમિયાન તપાસ અધિકારીએ આરોપી જયસુખ પટેલ વિરુદ્ધ પુરક ચાર્જશીટ રજુ કરી હતી જેથી પુરક ચાર્જશીટ રજુ થયા બાદ કોર્ટે તા. ૧૭ માર્ચની મુદત આપી હતી જેથી જયસુખ પટેલ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં હાજર રહ્યા હતા અને કોર્ટે તા. ૩૧ માર્ચની મુદત આપી હતી જેથી આજે મુદતે ફરીથી આરોપી જયસુખ પટેલ મોરબી કોર્ટમાં હાજર રહ્યા હતા ત્યારે કોર્ટે આગામી સુનાવણી માટે ૧૫ એપ્રિલની નવી તારીખ આપી હતી જેથી વધુ સુનાવણી ૧૫ એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે તો આરોપી જયસુખ પટેલે કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી છે જેનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે જે ચુકાદો ૧ એપ્રિલના રોજ આવી સકે છે