ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક યુવતીની સગાઇ થવાથી ગુસ્સે ભરાયેલા શમશાદે તેના ઘરમાં ઘુસીને ધમકી આપી. આ પછી ડરના કારણે યુવતીએ આત્મહત્યા કરી લીધી. જણાવવામાં આવી રહ્યું છે કે યુવક ઘણા સમયથી યુવતીને હેરાન કરી રહ્યો હતો. તેને મેસેજ મોકલતો હતો. તે બળજબરીથી લગ્ન કરવા માંગતો હતો.
યુવતીના પરિવારજનોએ યુવતીના લગ્ન નક્કી કર્યા હતા. યુવતીની 31મી માર્ચે સગાઇ થઈ હતી. જ્યારે યુવકને આ વાતની જાણ થઈ તો તે ગુસ્સે થઈ ગયો. તે યુવતીના ઘરમાં ઘુસી ગયો હતો અને ધમકી આપી હતી કે જો તું બીજા કોઈ સાથે લગ્ન કરીશ તો લગ્નના દિવસે તને ઉઠાવીને લઈ જઈશ. તારે મારી સાથે જ લગ્ન કરવાના છે.
યુવતીના પરિજનોનું કહેવું છે કે ધમકી બાદ યુવતી એટલી ડરી ગઈ હતી કે તેણે આત્મહત્યા કરી લીધી. પોલીસે હવે આ મામલે યુવક વિરુદ્ધ FIR નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. જોકે પોલીસનું કહેવું છે કે છોકરીની છોકરા સાથે વાતચીત થતી હતી.
કાનપુરના સચેંદી વિસ્તારની એક છોકરીની 31 માર્ચે સગાઇ થઈ હતી. યુવતીના પરિવારજનોનો આરોપ છે કે અન્ય ગામનો રહેવાસી શમશાદ તેને ઘણા સમયથી હેરાન કરી રહ્યો હતો. મેસેજ પણ મોકલતો હતો.
ઘણી વખત ઘરમાં આવીને યુવતીને ધમકી આપી ગયો હતો કે તારે મારી સાથે જ નિકાહ કરવાના છે. પરેશાન થઈને છોકરીના લગ્ન નક્કી કરી દીધા. લગ્ન જૂનમાં થવાના હતા. 31મી માર્ચે તેની સગાઇ થઈ ગઈ.
સગાઈના સમાચાર મળતા જ યુવકે ધમકી આપી
શમશાદને સગાઈના સમાચાર મળતા જ તે ગુસ્સામાં યુવતીના ઘરમાં ઘુસી ગયો અને તેને ધમકી આપી. યુવતીએ આ વાત તેના ભાઈને જણાવી. ભાઈ ફરિયાદ કરવા સચેંદી પોલીસ સ્ટેશન પહોંચ્યા.
યુવતીના પરિજનોએ જણાવ્યું કે અમે ઘરે પરત ફર્યા તો જોયું કે યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. શમશાદની ધમકીથી યુવતી ડરી ગઈ હતી. પરિજનોનું કહેવું છે કે શમશાદે ધમકી આપી હતી કે જો તેં બીજી જગ્યાએ લગ્ન કર્યા તો હું તે છોકરાને મારી નાખીશ. હું તમને લોકોને પણ મારી નાખીશ, એટલા માટે માટે મારી સાથે જ લગ્ન કરજે.
DCPએ ઘટના અંગે શું કહ્યું?
આ મામલામાં ડીસીપી વેસ્ટ વિજય ધુલે કહ્યું કે યુવતીના પરિવારજનોની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપી શમશાદને શોધી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે યુવતીની આરોપી સાથે વાતચીત થતી હતી. સીડીઆર કાઢવામાં આવી રહી છે. મૃતકના ભાઈએ જણાવ્યું કે શમશાદ તેની બહેનને ઘણા સમયથી હેરાન કરતો હતો. તેણે ધમકી આપી હતી, એ પછી બહેને આત્મહત્યા કરી લીધી.