હળવદમાં ઘર સામે નહિ બેસવા બાબતે બોલાચાલી બાદ બઘડાટી, સામસામી ફરિયાદ
બંને પક્ષે છુટા હાથની મારામારી કર્યા બાદ ફરીયાદ નોંધાવી
હળવદ પોલીસે બંને પક્ષની સામસામી પોલીસ ફરિયાદ નોંધી
હળવદ શહેરના મોરબી દરવાજે મોટા ચોક પાસે ઘર સામે નહિ બેસવા બાબતે બોલાચાલી થયા બાદ બઘડાટી બોલી ગઈ હતી જેમાં છરી વડે ઘા કરી આધેડ સહિતનાના ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તો સામાપક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવી હોય જેથી પોલીસે વધુ તપાસ ચલાવી છે
હળવદના રહેવાસી ઇન્દ્રીશ દાઉદ ચૌહાણ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧ એપ્રિલના રોજ રાત્રીના સુમારે ભાઈ જાકીર દાઉદ આવીને તેના ઘરે બોલાવેલ અને ઘર સામે નિઝામ મહેબુબ મન્સૂરી નાં પાડવા છતાં દરરોજ ઘર સામે બેસે છે જેથી નિઝામને સમજાવવાનું કહેતા નિઝામ ઝઘડો કરવા લાગ્યો હતો અને ગાળો બોલતો હતો નિઝામે તેની પાસે છરી હોય જેના વડે ઘા મારી દીધો હતો તેમજ દેકારો થતા નિઝામની બહેન સૈયદા અને નિઝામનો ભાઈ રીયાઝ તેના પિતા મેહબૂબ આવી ગયા હતા અને સૈયદાના હાથમાં છરી હોય જેનાથી ભાઈની પત્ની રેહાનાને નાક પર અને આંગળીમાં ઈજા પહોંચાડી હતી તેમજ આજે તમે બચી ગયા હવે મોકો મળ્યે જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા આમ ભાઈ જાકીરના ઘર સામે નિઝામ મેહબૂબ દરરોજ બેસતો હોય અને ઘર સામે નહિ બેસવાનું કહેતા આરોપી નિઝામ મેહબૂબ મન્સૂરી, સૈયદા મેહબૂબ મન્સૂરી, રીયાઝ મેહબૂબ મન્સૂરી અને મેહબૂબ ઉસ્માન મન્સૂરી રહે બધા હળવદ વાળાએ છરી વડે ઈજા કરી તેમજ ભીની પત્ની રેહાનાને ઈજા કરી મારી નાખવાની ધમકી આપી હતી
જયારે સામાપક્ષે ફરિયાદી સૈયદા મેહબૂબ મન્સૂરીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના ઘરની બહાર ખુરશી નાખી બેથી હોય ત્યારે ભાઈ નિઝામ ઘરથી નજીક રહેતા જાકીર દાઉદ ચૌહાણના ઘર સામે બેઠો હોય જેથી જાકીર અને તેના ભાઈ ઇદ્રીશ, અજરૂદિન દાઉદ ચૌહાણ, તેનો ભાઈ રેહાના જાકીર સહિતના નિજમ સાથે ઝઘડો કરતા હોય જેથી સૈયદા અને તેના પિતા તેમજ ભાઈ રીયાઝ ત્યાં ગયા હતા અને જાકીરના હાથમાં ધોકો અને ઇદ્રીશના હાથમાં છરી હોય જે ભાઈને જેમ ફાવે તેમ મારતા હતા અને સામસામે ઝઘડો થયો હતો જે બનાવમાં અમને કોઈ ઈજા થઇ નથી અને વધુ માણસો ભેગા થતા આરોપીઓ જતા રહ્યા હતા હળવદ પોલીસે આરોપી જાકીર દાઉદ ચૌહાણ, ઇન્દ્રીશ દાઉદ ચૌહાણ, અજરૂદિન દાઉદ ચૌહાણ અને રેહાના જાકીર ચૌહાણ રહે બધા હળવદ વાળા વિરુદ્ધ ગુનો નોંધી બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે