બિહારની રાજધાની પટનામાં મરીન ડ્રાઈવ પર ફોટોગ્રાફ લઈ રહેલી મહિલા કોન્સ્ટેબલને ગોળી મારી દેવામાં આવી હતી. તે સમયે ઘાયલ મહિલા કોન્સ્ટેબલનો મિત્ર પણ ત્યાં હતો. હાલ તો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જો કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
જણાવવામાં આવી રહ્યું છે કે બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યે પટના પોલીસ લાઈન્સમાં તૈનાત મહિલા કોન્સ્ટેબલ પમ્મી ખાતૂન અને તેની મિત્ર અને સબ ઈન્સ્પેક્ટર શબાના આઝમી મરીન ડ્રાઈવ ગઈ હતી. જ્યાં બંને ફોટોગ્રાફ લઈ રહ્યા હતા. ત્યારે અચાનક તેને ગોળી વાગી. જો કે ગોળી કોણે અને શા માટે ચલાવી તે અંગે કોઈને જાણ નથી.
ઘાયલ મહિલા કોન્સ્ટેબલ પમ્મી ખાતૂન પટના પોલીસ લાઇનના HRMSમાં કામ કરે છે. તે પૂર્ણિયામાં કામ કરતી તેની મિત્ર શબાના આઝમી સાથે ફોટા અને વીડિયો લઈ રહી હતી. આ ક્રમમાં પમ્મીને ડાબા હાથમાં ગોળી વાગી હતી.
મહિલા કોન્સ્ટેબલનું કહેવું છે કે કોઈએ તેને નિશાન બનાવીને ગોળી મારી છે. કેટલાક લોકોએ મને પહેલા દિઘા ગોલંબરનું સરનામું પૂછ્યું. પછી મારા પર ગોળીબાર કર્યો. બીજી તરફ મહિલા કોન્સ્ટેબલના પતિએ કહ્યું કે, આ રીતે કોઈ ગોળીબાર નહીં કરે, કોઈ મોટું કારણ હશે.