Bihar election CM કોણ? દિલ્હીમાં મહાગઠબંધનની બેઠકમાં તેજસ્વી પર ચર્ચા, શું રાહુલ-ખડગે સંમત થયા?
Bihar election બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખી દિલ્હીમાં એક મહત્વપૂર્ણ રાજકીય બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને થયેલી આ બેઠકમાં રાહુલ ગાંધી, આરજેડીના નેતા તેજસ્વી યાદવ, કેસી વેણુગોપાલ, કૃષ્ણા અલ્લાવારુ, મનોજ ઝા અને સંજય યાદવ જેવા ટોચના નેતાઓ હાજર રહ્યા.
આ બેઠકનું કેન્દ્રબિંદુ મુખ્યમંત્રી પદના ચહેરા અને બેઠકોની વહેંચણી હતી. આરજેડીએ ફરી દાવો કર્યો કે તેજસ્વી યાદવ મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર રહેશે, જ્યારે કોંગ્રેસે હજુ સુધી આ મુદ્દે ખુલ્લેઆમ પોતાનું વલણ જાહેર કર્યું નથી. સૂત્રો અનુસાર, બેઠક દરમિયાન તેજસ્વીનું નામ મુખ્યપ્રધાન પદ માટે મૂકાયું હતું, પરંતુ નિર્ણય માટે પુનઃ બેઠક 17 એપ્રિલે પટનામાં યોજાશે.
#WATCH | Delhi: RJD leader Tejashwi Yadav says, "We had a meeting and had positive discussions. We will meet again on 17 April in Patna… We are fully prepared and we want to take Bihar forward… Even after 20 years of NDA government in the state, Bihar is the poorest state…… https://t.co/CN75omPq0f pic.twitter.com/KjG9JhqMex
— ANI (@ANI) April 15, 2025
બેઠક પછી તેજસ્વી યાદવે કહ્યું કે “અમે સર્વાનુમતિથી CM ચહેરો નક્કી કરીશું. નીતિશજીનું નેતૃત્વ હવે હાઇજેક થઈ ચૂક્યું છે. બિહાર 20 વર્ષથી NDAના હાથમાં છે, છતાં સૌથી ગરીબ રાજ્ય છે.”
કોંગ્રેસ અને આરજેડી વચ્ચે બેઠકો અંગે વાતચીત સકારાત્મક રહી હોવાના સંકેતો મળ્યા છે, પરંતુ ભાજપ આ ગઠબંધનને “મેળ ન ખાતું જોડાણ” કહી રહ્યું છે. ભાજપના રાજ્ય પ્રમુખ દિલીપ જયસ્વાલે કટાક્ષ કર્યો કે “આ તો એકબીજાને નાનું પાડવાનો ખેલ છે, એજન્ડા વિકાસ નહીં પણ વ્યકિતગત છે.”
#WATCH | Patna: On Tejashwi Yadav and Rahul Gandhi meeting today, Bihar BJP President Dilip Jaiswal says, "The alliance of Congress and RJD is a mismatched alliance. Their agenda is to reduce each other's stature. RJD will never want Congress to increase its base again in Bihar,… pic.twitter.com/KFDeAM6eZ6
— ANI (@ANI) April 15, 2025
આરજેડી પ્રવક્તા મૃત્યુજય તિવારીએ કહ્યું કે “બિહારના 14 કરોડ લોકો તેજસ્વીને મુખ્યમંત્રી રૂપે જોઈ રહ્યા છે. મહાગઠબંધન સંકળાયેલ તમામ પાર્ટીઓ વચ્ચે ઐક્ય છે અને વિજય નિશ્ચિત છે.”
આ બેઠક માત્ર બેઠકોની ગણતરી માટે નહીં, પરંતુ કોંગ્રેસ-આરજેડી વચ્ચેની સમજૂતદારી અને તેજસ્વી માટે સહમતી શોધવાનો પ્રયત્ન પણ માનવામાં આવી રહ્યો છે. હવે 17 એપ્રિલની બેઠકથી વધુ સ્પષ્ટતા મળશે કે શું રાહુલ અને ખડગે ઔપચારિક રીતે તેજસ્વીને મુખ્યમંત્રી ચહેરા તરીકે મંજૂરી આપે છે કે નહીં.