ઉત્તર પ્રદેશના અમેઠીમાં ભાજપના એક નેતાની ચાકુ મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ભાજપના મંડલ ઉપાધ્યક્ષની તેમના મિત્રએ નજીવી બાબતે પોતાના ઘરે બોલાવ્યા બાદ હત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, આ ઘટના મોહનગંજ પોલીસ સ્ટેશનના કોચી ગામમાં બની હતી. અહીં ભાજપના નેતા રવિન્દ્ર સિંહને ગામમાં રહેતા મિત્ર સાથે નજીવી બાબતે ઝઘડો થયો હતો. ત્યારપછી તે મિત્રએ રવિન્દ્ર સિંહને કોઈ બહાને પોતાના ઘરે બોલાવ્યો અને ચાકુ મારીને તેની હત્યા કરી નાખી.
હત્યા કર્યા બાદ આરોપીએ ભાજપના નેતાની લાશને તેના ઘરના રૂમમાં છુપાવી દીધી હતી અને ફરાર થઈ ગયા હતા. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને રૂમમાંથી મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.
ઘટના અંગે પોલીસ અધિક્ષકે શું કહ્યું?
ઘટના બાદ પોલીસે મૃતક બીજેપી નેતાની પત્ની સરિતા સિંહની ફરિયાદ પર કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. ઘટના બાદ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ બાબતે પોલીસ અધિક્ષક ઇલામરાને જણાવ્યું કે પોલીસને સવારે માહિતી મળી હતી. જેમાં ગામના રહેવાસી રવિન્દ્રની હત્યાનો મામલો સામે આવ્યો છે, જે બાદ મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે, કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે.