મહારાષ્ટ્રના નાગપુરમાં એન્જિનિયરિંગની વિદ્યાર્થીની પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ ઘટના હિંગણા પોલીસ સ્ટેશન વિસ્તારના વર્ધા રોડ પર જામથા વિસ્તાર પાસેના જંગલમાં બની હતી. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે, 22 વર્ષની પીડિતા વિદર્ભની રહેવાસી છે અને નાગપુરના હિંગણા કેમ્પસમાં આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરે છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું કે તે કોલેજ જવા માટે તેના ઘરેથી બસમાં ચડી અને નાગપુર ઉતરી.
એન્જિનિયરિંગની વિદ્યાર્થીની સાથે બળાત્કાર
તે કોલેજ તરફ ચાલી રહી હતી. ત્યારે એક વ્યક્તિ ત્યાં આવ્યો અને તેને કુહાડી બતાવી તેને જંગલ તરફ લઈ ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો. આ ઘટના બાદ પીડિતા ખૂબ જ ડરી ગઈ છે. પોલીસ દ્વારા તેને કાઉન્સેલિંગ આપવામાં આવી રહ્યું છે.
પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી
આ બનાવ અંગે તેણે પરિવારજનોને જાણ કરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ બાબતે પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું કે આરોપી પાસે ધારદાર હથિયાર હતું. જે સામાન્ય રીતે ભરવાડો પાસે હોય છે. પોલીસ દરેક એંગલથી કેસની તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.