Valsad: દારૂની હેરાફેરી કરવા માટે બૂટલેગરો વિવિધ યુક્તિઓ અપનાવે છે. ગમે તે હોય, બુટલેગરો ફિલ્મો જોઈને શીખે છે. આવી જ એક ઘટના વલસાડ હાઈવે પર ધરમપુર ચોકડી પર બની હતી. વલસાડ શહેર પોલીસે એમ્બ્યુલન્સને અટકાવી તો દર્દીનાં બદલે દારુ મળી આવ્યો હતો.
વલસાડ શહેર પોલીસને ધરમપુર ચોકડી પાસેથી દારૂની હેરાફેરી અંગે ચોક્કસ બાતમી મળી હતી.
આ પૂર્વ બાતમીના આધારે વાહન ચેકીંગ ચાલુ હતું ત્યારે હાઇવે પરથી પસાર થતી એમ્બ્યુલન્સને ધરમપુર ચારરસ્તા પાસે અટકાવી ચેકીંગ હાથ ધરાયું હતું. જ્યારે એમ્બ્યુલન્સ નંબર જીજે 18 બીટી 6220 આવી ત્યારે પોલીસે તેને અટકાવી અને પાછળના દરવાજે તપાસ કરી. દરવાજો ખોલતા અંદર કોઈ દર્દી ન હતો પરંતુ દારૂ ભરેલી પેટીઓ મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. વલસાડ શહેર પોલીસે રૂ.15 હજારની કિંમતનો દારૂ જપ્ત કર્યો હતો. ડી. એન. મહેતા સાર્વજનિક (પારસી) હોસ્પિટલ નવસારીની એમ્બ્યુલન્સનો પર્દાફાશ થયો છે.
વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ડીડી પરમારે જણાવ્યું કે ચાલક સામે ગુનો નોંધાયો છે.
વલસાડ સિટી પોલીસે એમ્બ્યુલન્સના ચાલક રૂખસાદ ધનજીસા અમલસાડીવાલા સામે પ્રોહિબિશન એક્ટનો ગુનો નોંધી એમ્બ્યુલન્સની કિંમત રૂ. વલસાડ શહેર પોલીસે રૂ.15 હજારની કિંમતનો દારૂ જપ્ત કર્યો હતો. હાઈવે પર એમ્બ્યુલન્સમાં દારૂ લઈ જવામાં આવતો હોવાની બાતમીના આધારે પોલીસે નાકાબંધી ગોઠવી ચાંપતો બંદોબસ્ત રાખ્યો હતો અને આ દરમિયાન વાહનને અટકાવી તપાસ કરતા માહિતી સાચી નીકળી હતી. એમ્બ્યુલન્સમાંથી રૂ. 15,000નો દારૂ મળી આવ્યો હતો.