Daman: અસ્પી દમણિયા અને શૌકત મીઠાણીની સામે સતત ફરિયાદોનો ઢગલો
Daman દમણ ભાજપમાં વર્ષોથી જામી પડેલા નેતાઓ દ્વારા કરવામાં આવી રહેલા કોઠાકબાડાની સામે હવે લોકો ખુલ્લેઆમ બહાર આવી રહ્યા છે. દમણ ભાજપના સર્વેસર્વા એવા અસ્પી દમણિયા અને શૌકત મીઠાણીની સામે સતત ફરિયાદોનો ખડકલો થઈ રહ્યો છે પરંતુ દમણ ભાજપ સહિત પ્રદેશ ભાજપના ઉચ્ચ નેતાઓ ચૂપચાપ તમાશો જોઈ રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, આના કારણે ફરિયાદીઓની હવે ધીરજ ખૂટી રહી છે.
પાછલા કેટલાક સમયથી અસ્પી દમણિયા અને શૌકત મીઠાણીની સામે રુપિયા લઈને પઝેશન નહીં આપવાની એક પછી એક ફરિયાદો “સત્ય ડે”ના માધ્યમથી ફરિયાદીઓ ફરિયાદ કરી છે. આ ફરિયાદોમાં સ્પષ્ટપણ જોઈ શકાય છે કે અસ્પી દમણિયા અને શૌકત મીઠાણીએ ન તો રુપિયા પરત કર્યા અને ન તો પઝેશન આપ્યું. બ્લિડીંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા અને દમણ ભાજપના મોટા ભા ગણાતા બન્ને નેતાઓના કારસ્તાનો ખુલ્લા પડ્યા બાદ દમણમાં એક રીતે રાજકીય આંધી તોફાનનાં વર્તારા જોવા મળી રહ્યા છે.
અસ્પી દમણિયા અને શૌકત મીઠાણીની સામે
અત્યાર સુધી વયોવૃધ્ધ અને રિયાયર પ્રોફેસર પીસી રાણાએ સર્વ પ્રથમ ફરિયાદ કરી અને તેમના રુપિયા પણ આપવામાં આવ્યા નહીં તેમજ ફ્લેટનું પઝેસન પણ પાછલા 10-12 વર્ષથી આપવામાં આવ્યું નથી. તેવી જ રીતે વ્યારામાં રહીને ભાજપ માટે વર્ષો સુધી સંગઠન અને નગરપાલિકામાં સેવા આપનારા મહિલા નેતાની ફરિયાદ પણ સામે આવી અને તેમની સાથે પણ પીસી રાણા જેવું જ કારસ્તાન આ બન્ને બિલ્ડર કમ નેતાઓ દ્વારા કરવામાં આવ્યું. દમણની ટંડેલ સમાજની મહિલા ઉપરાંત કેનેડાથી પણ ખાસ લાઈવ થઈને અસ્પી દમણિયા અને શૌકત મીઠાણીની સામે ફરિયાદ કરવામાં આવી છે. એવું નથી કે માત્ર અખબારી માધ્યમો કે ચેનલમાં જ આ ફરિયાદો કરવામાં આવી છે. દમણ પોલીસ સ્ટેશન અને કોર્ટ કેસ પણ કરવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી ભાજપ દ્વારા અસ્પી દમણિયા અને શૌકત મીઠાણની સામે કોઈ કરતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ભાજપને શિસ્તબદ્વ અને પ્રજાકીય સેવાકારી પાર્ટી માનાવામાં આવે છે
પરંતુ અસ્પી દમણિયા અને શૌકત મીઠાણી દમણમાં ભાજપની આબરુ અને પ્રતિષ્ઠાના લીરેલીરા કરી રહ્યા છે અને નેતાઓ સહિત દમણ ભાજપના પ્રશાસક પ્રુફલ પટેલ ફરિયાદીઓને અકળાવે તેવું અકળ મૌન ધારણ કરીને બેઠાં છે. દમણના પ્રશાસક પ્રફુલ પટેલનું અકળ મૌન લોકોને હવે અકળાવી રહ્યું છે.
દમણના લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે
શાના માટે અસ્પી દમણિયા અને શૌકત મીઠાણીને પાર્ટીની પ્રતિષ્ઠાનાં ભોગે અત્યાર સુધીમાં પાર્ટીમાંથી બહારનો રસ્તો કેમ બતાવવામાં આવ્યો નથી? શું કારણ છે કે અસ્પી દમણિયા અને શૌકતચ મીઠાણી આટલી હદે લોકોનાં રુપિયા ગજવે સેરવીને મગનું નામ મરી પાડી રહ્યા નથી? ફરિયાદીઓ શ્રાપ પણ આપી રહ્યા છે પર દમણ ભાજપના નેતાઓ સહિત અસ્પી દમણિયા અને શૌકત મીઠાણીના પેટનું પાણી પણ હાલી રહ્યું નથી. શું દમણના પ્રશાસક પ્રફુલ પટેલના આ બન્ને નેતાઓ પર ચાર હાથ છે એટલે એમની વિરુદ્વ કોઈ કાર્યવાહી થઈ રહી નથી?