ભારતમાં ફસાઈ ગયા ડેરેન સેમી! વતન જવા માટે થયા લાચાર, સોશિયલ મીડિયા પર દર્દ છલકાયું – ‘બસ હવે ઘરે જવું છે’

3 Min Read

વેસ્ટ ઈન્ડિઝની ટીમ હજુ પણ ભારતમાં ફસાઈ, હેડ કોચ ડેરેન સેમીએ વ્યક્ત કરી નિરાશા: ‘બસ હવે ઘરે જવું છે’

વેસ્ટ ઈન્ડિઝના હેડ કોચ ડેરેન સેમીએ સોશિયલ મીડિયા પર ફરી એકવાર ઘર પાછા ન જઈ શકવા બદલ પોતાની હતાશા વ્યક્ત કરી છે. T20 વર્લ્ડ કપ 2026 માંથી બહાર થયા બાદ વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં જ ફસાયેલી છે.

શાઈ હોપના નેતૃત્વમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 1 માર્ચે ભારત સામે હારીને સુપર-8 તબક્કામાંથી બહાર થઈ ગઈ હતી. જોકે, ઈઝરાયેલ-ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે ઈન્ટરનેશનલ એરસ્પેસ પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ખાડી વિસ્તારમાં યુદ્ધ જેવી સ્થિતિને લીધે વિદેશી ટીમોના ટ્રાવેલ પ્લાનમાં અવરોધ આવ્યો છે, જેના કારણે કેરેબિયન ટીમ હજુ સુધી સ્વદેશ પરત ફરી શકી નથી.

- Advertisement -

સોશિયલ મીડિયા પર ડેરેન સેમીની અપીલ

આ અઠવાડિયાની શરૂઆતમાં જ ડેરેન સેમીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટ મૂકી હતી, જેમાં તેણે લખ્યું હતું કે તે “બસ હવે ઘરે પાછો જવા માંગે છે.” પરંતુ ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં સ્થિતિમાં કોઈ મોટો સુધારો જોવા મળ્યો નથી.

de.jpg

- Advertisement -

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ઓપનર હર્ષલ ગિબ્સે સેમીની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે, “સાતમા દિવસે તો આરામ મળવો જોઈએ (આશા છે કે કાલે સારા સમાચાર મળશે).” તેના જવાબમાં સેમીએ ભાવુક થઈને લખ્યું, “મને ખરેખર આશા છે કે આજે ખુશીનો દિવસ આવશે.”

ICC અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ દ્વારા ચાર્ટર ફ્લાઈટની તૈયારી

ન્યૂઝ એજન્સી PTI ના અહેવાલ મુજબ, ICC એ વેસ્ટ ઈન્ડિઝની ટીમને પરત મોકલવા માટે ચાર્ટર ફ્લાઈટની વ્યવસ્થા કરી છે. જોકે, એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા હજુ સુધી ફાઈનલ મંજૂરી મળી નથી, જેના કારણે ફ્લાઈટ ઉડાન ભરી શકી નથી.

ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ (CWI) નું સત્તાવાર નિવેદન:

- Advertisement -

ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે, “ICC અધિકારીઓ અને ટીમ મેનેજમેન્ટ સાથે ઉચ્ચ સ્તરીય વાતચીત ચાલી રહી છે. ટીમને ભારતમાંથી બહાર કાઢવા માટે ચાર્ટર ફ્લાઈટ તૈયાર છે, જે આગામી 24 કલાકમાં રવાના થવાની ધારણા છે. પરંતુ બધો આધાર એર ટ્રાફિકના ક્લિયરન્સ પર રહેલો છે. ખેલાડીઓ અને સ્ટાફ અત્યારે હોટલમાં સુરક્ષિત છે.”

સુરક્ષાના કારણોસર મુશ્કેલી વધી

બોર્ડે વધુમાં ઉમેર્યું હતું કે ખાડી દેશોમાં સુરક્ષાની ચિંતાઓને કારણે આંતરરાષ્ટ્રીય એરસ્પેસ પરના પ્રતિબંધોને લીધે સ્થિતિ જટિલ અને અસ્થિર બની છે. વેસ્ટ ઈન્ડિઝ બોર્ડ અને ICC સતત સંપર્કમાં છે જેથી ખેલાડીઓની કેરેબિયન દેશોમાં સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરી શકાય.

વેસ્ટ ઈન્ડિઝના ચાહકો અને ખેલાડીઓના પરિવારજનો પણ આ સ્થિતિને લઈને ચિંતિત છે. આશા છે કે આગામી 24 કલાકમાં એરસ્પેસ ક્લિયરન્સ મળી જશે અને ડેરેન સેમીની ટીમ પોતાના ઘરે પહોંચી શકશે.

Share This Article