ICC T20I રેન્કિંગમાં દીપ્તી શર્માની મોટી છલાંગ: એશિયા કપ 2026માં શાનદાર બોલિંગનું મળ્યું ઇનામ

3 Min Read

દીપ્તિ શર્માએ ICC T20I રેન્કિંગમાં મારી મોટી છલાંગ; એશિયા કપ 2026માં શાનદાર બોલિંગનો મળ્યો પુરસ્કાર

મહિલા એશિયા કપ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ તરફથી શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આ શાનદાર રમતના આધારે ભારતીય ખેલાડીઓને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની તાજેતરની મહિલા T20I રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. ભારતની અનુભવી ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ બોલરોની રેન્કિંગમાં બે સ્થાનની છલાંગ લગાવીને છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.

એશિયા કપમાં દીપ્તિની ધારદાર બોલિંગે ભારતીય ટીમને સેમિફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેણે ટૂર્નામેન્ટની પ્રથમ ત્રણ મેચોમાં જ કુલ ૮ વિકેટ ઝડપીને વિરોધી ટીમોની કમર તોડી નાખી હતી. આ પ્રદર્શનના દમ પર તે હવે T20I શ્રેષ્ઠ બોલરોની યાદીમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગઈ છે.

- Advertisement -

dipti.jpg

એન. શ્રી ચારાણી નંબર-૧ સ્થાને યથાવત: રેન્કિંગમાં ભારતીય બોલરોનો દબદબો

દીપ્તિ શર્માએ ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ ICC મહિલા T20I બોલિંગ રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જોકે, ત્યારબાદ ભારતની જ યુવા સ્પિનર એન. શ્રી ચારાણીએ તાજેતરમાં પોતાની શાનદાર બોલિંગથી તેને પાછળ છોડીને નંબર-૧ નું સ્થાન કબજે કર્યું હતું. શ્રી ચારાણીએ એશિયા કપમાં અત્યાર સુધી ૭ વિકેટ ઝડપીને પોતાનું ટોચનું સ્થાન મજબૂત રાખ્યું છે.

- Advertisement -

હાલની T20I બોલિંગ રેન્કિંગમાં શ્રી ચારાણી પ્રથમ ક્રમે છે, જેની પાછળ ઇંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન બીજા, ચાર્લી ડીન ત્રીજા, લોરેન બેલ ચોથા અને દક્ષિણ આફ્રિકાની નોનકુલુલેકો મલાબા પાંચમા ક્રમે છે. દીપ્તિ શર્મા છઠ્ઠા ક્રમે આવી જતાં હવે શ્રી ચારાણી અને દીપ્તિ વચ્ચે માત્ર ૭૦ રેટિંગ પોઈન્ટ્સનો તફાવત રહ્યો છે.

અન્ય આંતરરાષ્ટ્રીય બોલરોની વાત કરીએ તો, ઇંગ્લેન્ડની લિન્સી સ્મિથ એક સ્થાન નીચે આવીને સાતમા ક્રમે પહોંચી છે. પાકિસ્તાનની સ્પિનર નશરા સંધુએ હોંગકોંગ સામે ૭ રનમાં ૬ વિકેટ ઝડપીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો, છતાં નવીનતમ રેન્કિંગમાં તે એક સ્થાન નીચે સરકીને આઠમા ક્રમે આવી ગઈ છે. જ્યારે પાકિસ્તાનની સાદિયા ઇકબાલ પણ એક સ્થાન નીચે ઘસીને ૧૦મા ક્રમે પહોંચી ગઈ છે.

બેટિંગ રેન્કિંગમાં સ્મૃતિ મંધાનાનો જાદુ; બનાવી નવા ઐતિહાસિક રેકોર્ડ

આઈસીસી બેટિંગ રેન્કિંગમાં ભારતીય મહિલા ટીમના ઓપનર અને ઉપ-કપ્તાન સ્મૃતિ મંધાના પાંચમા ક્રમે યથાવત રહીને ભારતની સૌથી ટોચની બેટ્સમેન તરીકે ઉભરી આવી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ બેટ્સમેન બેથ મૂની વિશ્વની નંબર-૧ T20I બેટ્સમેન તરીકે યથાવત છે. ભારતની શેફાલી વર્મા સાતમા ક્રમે અને કેપ્ટન હરમનપ્રીત કૌર ૧૦મા સ્થાને રહીને ટોપ-૧૦ માં સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે.

- Advertisement -

 

એશિયા કપ દરમિયાન સ્મૃતિ મંધાના અદ્ભુત ફોર્મમાં જોવા મળી રહી છે. હોંગકોંગ સામેની મેચમાં તેણે માત્ર ૬૪ બોલમાં ૧૪ ચોગ્ગા અને ૭ છગ્ગાની મદદથી ૧૨૪ રનની તોફાની ઇનિંગ રમી હતી. આ સાથે જ તેણે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની ૧૮મી સદી પૂરી કરી હતી અને મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. આ ઈનિંગ દરમિયાન જ તેણે ભારતની પૂર્વ સુકાની મિથાલી રાજના ૧૦,૮૬૮ રનનો રેકોર્ડ તોડીને મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર વિશ્વની પ્રથમ બેટ્સમેન બનવાનું ગૌરવ પણ પ્રાપ્ત કર્યું છે.

Share This Article