દિલ્હી કેપિટલ્સમાં આ ‘ધાકડ’ ખેલાડીની એન્ટ્રી! શું પંજાબ સામેની મેચમાં પલટશે રમત?

3 Min Read

દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં એન્ટ્રી થયો દુનિયાનો સૌથી ઘાતક બોલર; શું પંજાબ સામેની મેચમાં મળશે તક?

આઈપીએલ 2026 ની સીઝન અત્યારે તેના રોમાંચક તબક્કે છે, ત્યારે દિલ્હી કેપિટલ્સ (DC) ના ચાહકો માટે એક લાંબા સમયથી રાહ જોવાતા મોટા સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના સ્પીડ સ્ટાર અને દુનિયાના સૌથી ખતરનાક ડાબોડી ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક આખરે દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં જોડાઈ ગયા છે. ઈજાના કારણે અત્યાર સુધી આ સીઝન ગુમાવનાર સ્ટાર્કની વાપસીથી દિલ્હીના બોલિંગ આક્રમણને નવી ધાર મળશે. જોકે, ચાહકોના મનમાં અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું તે પંજાબ કિંગ્સ સામેની આજની મેચમાં જોવા મળશે?

શું આજે પંજાબ કિંગ્સ સામે રમશે મિચેલ સ્ટાર્ક?

દિલ્હી અને પંજાબ વચ્ચેની આજની (25 એપ્રિલ) ટક્કર પહેલા સ્ટાર્ક કેમ્પમાં તો આવી ગયો છે, પરંતુ મેદાનમાં ઉતરવા માટે તેણે હજુ થોડી રાહ જોવી પડી શકે તેમ છે. મળતી માહિતી મુજબ, દિલ્હી કેપિટલ્સનું મેનેજમેન્ટ સ્ટાર્કને ઉતારવામાં ઉતાવળ કરવાના મૂડમાં નથી. લગભગ ત્રણ મહિનાના લાંબા બ્રેક બાદ પરત ફરેલા સ્ટાર્કે પહેલા પોતાની મેચ ફિટનેસ અને લય સાબિત કરવી પડશે.

- Advertisement -

marchal.jpg

સૂત્રોના જણાવ્યા અનુસાર, મિચેલ સ્ટાર્ક 1 મે ના રોજ રાજસ્થાન રોયલ્સ સામેની મેચથી આઈપીએલ 2026 માં પોતાનો પહેલો મુકાબલો રમે તેવી પ્રબળ શક્યતા છે. જો આગામી થોડા દિવસોના ટ્રેનિંગ સેશનમાં બધું બરાબર રહ્યું, તો તે લીગ સ્ટેજની બાકીની મેચો અને પ્લેઓફમાં ટીમ માટે ઉપલબ્ધ રહેશે.

- Advertisement -

ખભા અને કોણીની ઈજાએ વધારી હતી મુશ્કેલી

મિચેલ સ્ટાર્ક માટે છેલ્લા કેટલાક મહિનાઓ શારીરિક રીતે ઘણા પડકારજનક રહ્યા છે. આઈપીએલ 2026 ની શરૂઆત પહેલા જ તે ખભા અને કોણીની ઈજાથી પરેશાન હતો. એશેઝ સીઝન દરમિયાન સતત 150 થી વધુ ઓવર ફેંકવાના કારણે તેના શરીર પર વર્કલોડ વધી ગયો હતો. ત્યારબાદ જાન્યુઆરીમાં બિગ બેશ લીગ દરમિયાન કેચ પકડતી વખતે પડવાને કારણે તેની ઈજા ગંભીર બની હતી.

ફેબ્રુઆરીમાં જ્યારે તેણે ફરીથી બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે અસહ્ય પીડામાં જોવા મળ્યો હતો, જેના કારણે તેને સિડનીમાં લાંબો સમય રિહેબિલિટેશનમાં વિતાવવો પડ્યો. આખરે 23 એપ્રિલ 2026 ના રોજ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેને ફિટ જાહેર કર્યો અને તે સીધો દિલ્હી કેપિટલ્સના કેમ્પમાં પહોંચી ગયો છે.

સ્ટાર્કની ગેરહાજરીમાં કોણે સંભાળી જવાબદારી?

સીઝનની શરૂઆતની મેચોમાં જ્યારે સ્ટાર્ક ઉપલબ્ધ નહોતો, ત્યારે દિલ્હીના પેસ એટેકની જવાબદારી મુકેશ કુમાર, ટી. નટરાજન અને લુંગી એનગિડીના ખભા પર હતી. આ તમામમાં સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર લુંગી એનગિડીએ શાનદાર પ્રદર્શન કરીને સ્ટાર્કની ખોટ ઓછી વર્તાવવા દીધી છે. જોકે, સ્ટાર્ક જેવો અનુભવી બોલર જ્યારે ટીમમાં આવે છે, ત્યારે વિરોધી ટીમના બેટ્સમેનોમાં એક અલગ જ ડર જોવા મળે છે.

- Advertisement -

marchal1.jpg

IPL 2025 માં સ્ટાર્કનો જાદુ

દિલ્હી કેપિટલ્સના ફેન્સ સ્ટાર્કની વાપસીથી એટલા માટે ખુશ છે કારણ કે ગયા વર્ષે એટલે કે આઈપીએલ 2025 માં તેનું પ્રદર્શન અદભૂત રહ્યું હતું.

  • 11 મેચમાં 14 વિકેટ ઝડપીને તેણે પોતાની ઉપયોગીતા સાબિત કરી હતી.
  • સનરાઇઝર્સ હૈદરાબાદ સામે વિશાખાપટ્ટનમમાં તેણે 35 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, જે આઈપીએલ ઇતિહાસમાં દિલ્હી તરફથી 5 વિકેટ લેનાર પ્રથમ વિદેશી ફાસ્ટ બોલરનો રેકોર્ડ છે.
TAGGED:
Share This Article