Delhi Children Hospital Fire: CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે સરકાર અને વહીવટીતંત્રના અધિકારીઓ ઘટના સ્થળે ઘાયલોને સારવાર આપવામાં વ્યસ્ત છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના વિવેક વિહારમાં બેબી કેર સેન્ટરમાં ભીષણ આગની ઘટનામાં સાત બાળકોના મૃત્યુ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, ‘બાળકોની હોસ્પિટલમાં આગની આ ઘટના હૃદયદ્રાવક છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના માસૂમ બાળકોને ગુમાવ્યા છે અમે બધા તેમની સાથે ઊભા છીએ.
बच्चों के अस्पताल में आग की ये घटना हृदयविदारक है। इस हादसे में जिन्होंने अपने मासूम बच्चों को खोया उनके साथ हम सब खड़े हैं। घटनास्थल पर सरकार और प्रशासन के अधिकारी घायलों को इलाज मुहैया करवाने में लगे हुए हैं। घटना के कारणों की जाँच की जा रही है और जो भी इस लापरवाही का… https://t.co/eJuj2y9b1w
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 26, 2024
સીએમએ કહ્યું કે સરકારી અને વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે ઘાયલોને સારવાર આપવામાં વ્યસ્ત છે. ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને આ બેદરકારી માટે જે પણ જવાબદાર હશે તેને બક્ષવામાં આવશે નહીં.