Delhi New CM: આજે 12 વાગે દિલ્હીના નવા મુખ્યમંત્રીની જાહેરાત
Delhi New CM: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સીએમ પદ પરથી રાજીનામું આપશે. સવારે 11.30 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે, ત્યારબાદ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.
Delhi New CM:દિલ્હીમાં સતત ત્રીજા દિવસે રાજકીય ગરમાવો તીવ્ર છે. 15 સપ્ટેમ્બરે અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ પછી, આજે વિધાયક દળની બેઠક થશે, જેમાં દિલ્હીના આગામી સીએમ કોણ હશે તે નક્કી કરવામાં આવશે. આજે નક્કી થશે કે આગામી વિધાનસભા ચૂંટણી સુધી દિલ્હીના સીએમની ખુરશી પર કોણ બેસશે?
આ પહેલા સોમવારે (16 સપ્ટેમ્બર) સીએમ આવાસ પર પીએસીની બેઠક યોજાઈ હતી, જેમાં મનીષ સિસોદિયા, રાઘવ ચઢ્ઢા, આતિશી સહિત ઘણા મોટા નેતાઓએ હાજરી આપી હતી. તે બેઠકમાં પણ સંભવિત નામો અંગે ચર્ચા કરવામાં આવી હતી, જે આજે વિધાનસભા પક્ષની બેઠકમાં રજૂ કરવામાં આવશે. આતિશી, સૌરભ ભારદ્વાજ અને કૈલાશ ગેહલોત સીએમની રેસમાં છે.
રાજીનામાની જાહેરાત કરતી વખતે અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે જો લોકો તેમને ઈમાનદાર માનશે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં તેઓ તેમને બહુમતી આપશે. આ પછી જ તેઓ મુખ્યમંત્રીની ખુરશી પર પાછા ફરશે.
રાજકીય ઉથલપાથલ વચ્ચે સીએમ કેજરીવાલનું પદ
કેજરીવાલના રાજીનામાની જાહેરાત બાદ દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે અને આગામી ર૪ કલાકમાં નવા મુખ્યમંત્રીની જાહેરાત થવાની છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે પોસ્ટમાં લખ્યું, “માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ. હું તમને લાંબા અને સ્વસ્થ જીવનની કામના કરું છું.”
‘હું સીએમ પદની રેસમાં નથી’- સૌરભ ભારદ્વાજ
દિલ્હીમાં AAP સરકારમાં મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું, “અમારા એક સાથી મુખ્યમંત્રી બનશે. તે ધારાસભ્ય બની શકે છે, તે મંત્રી બની શકે છે. મુખ્યમંત્રીના પદ પર કોણ બેસશે તે અંગે કોઈ પ્રશ્ન નથી. અમે ઇચ્છીએ છીએ કે જલદી ચૂંટણી થાય, મારા નામ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે પરંતુ હું રેસમાં નથી.