Sanjay Singh PM મોદીના સંબોધન પર સંજય સિંહનો કટાક્ષ: “મફતમાં નાટક જોવાની તક ચૂકો નહીં”
Sanjay Singh પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે, 12 મે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે. “ઓપરેશન સિંદૂર”ની સફળતા બાદ હવે તેમની અપેક્ષિત જાહેરાતોને લઈ જનતામાં ઉત્સુકતા છે.
આ સંદર્ભે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પીએમ મોદીને નિશાન બનાવતા કટાક્ષ કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું:
बिहार की चुनावी रैली
मुंबई में फ़िल्मी सितारों
केरल में समारोह
आंध्र प्रदेश में समारोह को कुशलता पूर्वक संबोधित करने और
सर्वदलीय बैठक में ग़ायब रहने बाद आज शाम 8 बजे आ रहे हैं विश्व के महान कलाकार सर्व श्री 1008……
मुफ़्त में नाटक देखने अवसर न गवायें।— Sanjay Singh AAP (@SanjayAzadSln) May 12, 2025
“બિહારમાં ચૂંટણી રેલીને અસરકારક રીતે સંબોધિત કર્યા પછી, મુંબઈમાં ફિલ્મ સ્ટાર્સ, કેરળ અને આંધ્રપ્રદેશમાં કાર્યક્રમમાં હાજરી આપી, પરંતુ મહત્વપૂર્ણ સર્વપક્ષીય બેઠકમાં ગેરહાજર રહ્યા. હવે વિશ્વના મહાન કલાકાર સર્વ શ્રી 1008 આજે રાત્રે 8 વાગ્યે આવી રહ્યા છે… મફતમાં નાટક જોવાની તક ચૂકો નહીં.”
સંજય સિંહના આ ટ્વીટને લઇને રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે, ખાસ કરીને સરકાર અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલા વાકયુદ્ધને ધ્યાને લેતા.PM મોદીના સંબોધનમાં શું જાહેરાતો થશે, એ તો સમય જ બતાવશે, પરંતુ સંજય સિંહનો આ કટાક્ષ જરૂર ચર્ચાનો વિષય બની ગયો છે.