બંગાળમાં પરિવર્તનની લહેર: ગોપી વહુનો મમતા બેનર્જી પર આકરો કટાક્ષ અને બાંગ્લાદેશી નેતાના નિવેદન પર વિવાદ
ભારતીય ટેલિવિઝનની લોકપ્રિય ‘ગોપી વહુ’ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્ય હાલમાં પોતાના અંગત જીવનમાં માતૃત્વનો આનંદ માણી રહી છે, પરંતુ દેશ અને ખાસ કરીને પોતાના વતન પશ્ચિમ બંગાળની રાજકીય ગતિવિધિઓ પ્રત્યે તે હંમેશા સજાગ રહી છે. પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં આવેલા ચૂંટણી પરિણામોમાં મમતા બેનર્જીની હાર બાદ દેવોલીનાએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ્સ અત્યારે ટોક ઓફ ધ ટાઉન બની છે.
‘ટાટા-બાય બાય’: દેવોલીનાનો સોશિયલ મીડિયા પર વિજયોત્સવ
પશ્ચિમ બંગાળમાં વર્ષોથી ચાલી રહેલા ટીએમસીના શાસનનો અંત આવતા જ દેવોલીનાએ ખુલ્લેઆમ પોતાનો પક્ષ રાખ્યો છે. તેણે મમતા બેનર્જી (MB) અને તેમની ગેંગ પર નિશાન સાધતા ટ્વિટ કર્યું કે, “જો હું કોઈ રાજનેતાને નફરત કરતી હોઉં તો તે આ છે. પશ્ચિમ બંગાળ માટે છેલ્લા કેટલાક વર્ષો એક ખરાબ સપના સમાન હતા. હવે ટાટા-બાય બાય.”
તેણે પોતાની આગવી શૈલીમાં મમતા બેનર્જીના જૂના ભાષણો અને શૈલીની મજાક ઉડાવતા લખ્યું, “No રૂમ્બા તુમ્બા ઝુમ્બા, હવે માત્ર ઢિંકા ચિકા ઢિંકા ચિકા.” આ કટાક્ષ દ્વારા તેણે બંગાળના લોકમાનસમાં રહેલા કથિત ભય અને ગૂંગળામણના અંતનો સંકેત આપ્યો છે. દેવોલીના પોતે બંગાળી પૃષ્ઠભૂમિ ધરાવે છે, તેથી તેની આ ટિપ્પણીઓને લોકો ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છે.
બાંગ્લાદેશી કટ્ટરપંથી નેતાનો વિવાદિત પ્રસ્તાવ અને દેવોલીનાનો જવાબ
આ સમગ્ર વિવાદમાં ત્યારે વળાંક આવ્યો જ્યારે બાંગ્લાદેશના કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઇસ્લામી (JI) ના નેતા નુરુલ હુડાનો એક વીડિયો વાયરલ થયો. આ વીડિયોમાં હુડાએ મમતા બેનર્જીને સંબોધીને અત્યંત ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, “મમતા બેનર્જીએ રાજીનામું આપવું જોઈએ નહીં, પરંતુ દિલ્હી સામે યુદ્ધ જાહેર કરી પશ્ચિમ બંગાળને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કરવું જોઈએ. બાંગ્લાદેશના 17 કરોડ મુસ્લિમો તેમની સાથે ઊભા રહેશે.”
આ નિવેદન ભારતની અખંડિતતા પર પ્રહાર સમાન હતું. જેના જવાબમાં દેવોલીનાએ તીખો પ્રશ્ન પૂછ્યો કે, “જો બાંગ્લાદેશના નેતાઓને મમતા બેનર્જી પ્રત્યે આટલો જ પ્રેમ હોય, તો તેમને બાંગ્લાદેશના વડા પ્રધાન કેમ બનાવી દેતા નથી?” દેવોલીનાની આ દલીલે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવી દીધો છે અને દેશપ્રેમીઓ તેનું સમર્થન કરી રહ્યા છે.
If i have ever hated a politician thats her. More than RG & gang. 🤣Infact i feel RG is a nice person with a very good humor which helps the centre everytime.
MB & Gang TaTa. 😃🤧Never ever see you again in WB. Worst nightmare WB been gone through for so many years. Paltano…
— Devoleena Bhattacharjee (@Devoleena_23) May 4, 2026
બંગાળની રાજકીય હિંસા અને પરિવર્તનની આશા
પશ્ચિમ બંગાળનો ઈતિહાસ છેલ્લા કેટલાક દાયકાઓથી લોહીયાળ રાજનીતિનો સાક્ષી રહ્યો છે. દેવોલીના જેવી સેલિબ્રિટીઝ જ્યારે ખુલ્લેઆમ આવા મુદ્દાઓ પર બોલે છે, ત્યારે તેની પાછળ સામાન્ય જનતાનો અવાજ પણ છુપાયેલો હોય છે. બંગાળમાં સત્તા પરિવર્તન પછી હિંસા અટકે અને લોકશાહીનું વાતાવરણ સ્થપાય તેવી આશા સૌ કોઈ રાખી રહ્યા છે.
ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર અને સ્વામી વિવેકાનંદની આ ધરતી પર જ્યારે બહારના દેશોના નેતાઓ ભાગલા પાડવાની વાતો કરે છે, ત્યારે દેવોલીના જેવા બુદ્ધિજીવીઓ અને કલાકારોનો વિરોધ ખૂબ જ મહત્વનો બની જાય છે.
🚨 BREAKING: Jamaat Leader Md Nurul Huda urges Mamata Banerjee to declare WEST BENGAL INDEPENDENT!
Following Mamata’s defeat, Jamaat leaders appear to be reacting strongly.
He told : “Don’t resign, declare war Against Delhi!”
He also claimed that 170 million Muslims in… pic.twitter.com/dB40prjDpB
— Voice Of BD Hindus 🇧🇩 (@ItzBDHindus) May 6, 2026
દેવોલીનાનું અંગત જીવન અને કારકિર્દી
દેવોલીના ભટ્ટાચાર્ય માત્ર એક અભિનેત્રી નથી પણ એક જાગૃત નાગરિક તરીકે પણ જાણીતી છે. તેણે 14 નવેમ્બર 2022ના રોજ શનાવાઝ શેખ સાથે લગ્ન કર્યા હતા. ડિસેમ્બર 2024માં તેણે એક સુંદર બાળકને જન્મ આપ્યો છે. હાલમાં તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે, પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર સતત સક્રિય રહે છે.
તેની કારકિર્દીની વાત કરીએ તો ‘સાથ નિભાના સાથિયા’માં ગોપી વહુના પાત્રથી તેણે ઘરે-ઘરે ઓળખ મેળવી હતી. આ ઉપરાંત તે ‘બિગ બોસ’, ‘સવારે સપનો પ્રીતો’ અને હાલમાં ‘છઠી મૈયાની બિટિયા’ જેવા શોમાં જોવા મળી છે.
