Dharampur વહેલી તકે સુવિધા ન મળે તો આગામી તાલુકા – જિલ્લા પંચાયતની ચૂંટણીના બહિષ્કારની ચીમકી
Dharampur એક તરફ દેશભરમાં ગુજરાત મોડલની વાતો કરવામાં આવે છે ત્યારે વાંસદાના સંપૂર્ણ આદિવાસી ક્ષેત્રના મૂળગામ ફળિયામાં વાસ્તવિકતા કાંઈક અલગ જ હોવાનું જોવા મળે છે.
વાંસદા જંગલ ગામના મૂળગામ ફળિયાનો રસ્તો છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષોથી નવો બનાવવામાં આવેલો નથી. જેને કારણે ૧૦૮ પણ ગામમાં આવી શકતી નથી તેમજ સરકારી પ્રા.આ.કેન્દ્ર પણ નથી. તેમજ અન્ય દવાખાનાની કોઈ સુવિધા નથી.
ધરમપુર તાલુકાના મહારાષ્ટ્ર બોર્ડરની અડીને આવેલા સંપૂર્ણ આદિવાસી વિસ્તારના વાંસદા જંગલ ગામના મૂળગામ ફળિયાનો રસ્તો છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષોથી નવો બનાવવામાં આવેલો નથી. જેને કારણે ૧૦૮ પણ ગામમાં આવી શકતી નથી તેમજ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ નથી. તેમજ અન્ય દવાખાનાની કોઈ સુવિધા નથી. આખું ગામ પાયાની સુવિધાથી વંચિત છે.
આ અંગે ગામ આગેવાનોએ અધિકાઓ તેમજ નેતાઓને વારંવાર રજૂઆતો કરી છે પરંતુ નેતાઓ પોકળ વાયદા કરી રહ્યા છે. જો વહેલી તકે સારા રસ્તા સહિત અન્ય પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં નહીં આવશે તો આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશેની ચીમકી આપી છે.
એક તરફ દેશભરમાં ગુજરાત મોડલની વાતો કરવામાં આવે છે ત્યારે વાંસદાના સંપૂર્ણ આદિવાસી ક્ષેત્રના મૂળગામ ફળિયામાં વાસ્તવિકતા કાંઈક અલગ જ હોવાનું જોવા મળે છે. વિકાસની વાતો વચ્ચે આ ફળિયું, પાયાની સુવિધાથી પણ વંચિત હોવાનું જોવા મળી રહ્યું છે. અહીંયા ન તો રોડ રસ્તાના ઠેકાણા છે કે નથી પી.એચ.સી. સેન્ટર. પાયાની સુવિધાથી આજે પણ આ ગામ વંચિત જોવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર વલસાડ જિલ્લાના ધારપુર તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં આવેલ વાંસદા જંગલ ગામના મૂળગામ ફળિયામાં ૭૦ ઘરો આવેલા છે અને ૪૫૦ થી વધુ વસ્તી ધરાવતું ગામ છે. આ ગામનો રસ્તો છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષથી બનાવવામાં આવ્યો નથી તેમજ રસ્તાનું રિપેરિંગ કામ પણ કરવામાઆ આવ્યું નથી. હાલમાં આ રસ્તો અત્યંત બિસ્માર હાલતમા છે. જેને કારણે ગામલોકોએ ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં નથી કોઈ પી.એચ.સી. સેન્ટર કે નથી કોઈ દવાખાનું. રસ્તાની બિસ્માર હાલતને લઈ ૧૦૮ પણ આવી શકતી નથી. સરકારી કોઈ સુવિધા પણ નથી. ગામની આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના ભૂલકાંઓએ મજબૂરીવશ જીવના જોખમે બિસ્માર રસ્તા પરથી પસાર થવું પડે છે.
આ ગામનો મુખ્ય રસ્તો છે તે સંપૂર્ણ ધોવાઈ ગયો છે. આ અંગે સંબંધિત ખાતાના અધિકારીઓ સહિત નેતાઓને પણ રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં છેલ્લા ૨૦ થી ૨૫ વર્ષથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો તાત્કાલિક ધોરણે રસ્તો અને અન્ય પાયાની સુવિધાઓ આપવામાં નહીં આવશે તો આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે.