Jyeshtha Masik shivratri 2025: ભોલેનાથને પ્રસન્ન કરવા શિવલિંગ પર ચઢાવો આ વસ્તુઓ, પૂર્ણ થશે અટકેલા કામ!
Jyeshtha Masik shivratri 2025: માસીક શિવરાત્રી ભગવાન શિવને સમર્પિત છે. દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ માસિક શિવરાત્રિનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસે શિવલિંગ પર કેટલીક ખાસ વસ્તુઓ અર્પણ કરવાથી વ્યક્તિને મહાદેવની કૃપા મળે છે અને કોઈપણ કાર્યમાં આવતી અડચણો પણ દૂર થાય છે.
Jyeshtha Masik shivratri 2025: શિવભક્તો માટે માસિક શિવરાત્રીનો ઉપવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ માસિક શિવરાત્રિનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે શિવલિંગ પર અભિષેક કરવાથી, મહાદેવની કૃપાથી, ભક્તની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં શુભ પરિણામો જોવા મળે છે.
જેઠ માસિક શિવરાત્રિ ક્યારે છે?
વૈદિક પંચાંગ અનુસાર, જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિની શરૂઆત 25 મેના રોજ બપોરે 3 વાગી અને 51 મિનિટે થશે, જ્યારે તેનું સમાપન 26 મેના રોજ બપોરે 12 વાગી અને 11 મિનિટે થશે. આથી, માસિક શિવરાત્રિનું વ્રત 25 મેના રોજ રાખવામાં આવશે.
માસિક શિવરાત્રિના દિવસે પૂજા માટે શુભ મુહૂર્ત
પંચાંગ મુજબ, શિવરાત્રિના દિવસે પૂજાનો શુભ સમય 25 મેના રાત્રે 11:58 વાગ્યાથી 12:38 સુધી રહેશે. એટલે ભક્તોને પૂજા માટે કુલ 41 મિનિટ મળશે.
શિવલિંગ પર અર્પણ કરો આ શુભ વસ્તુઓ
મહાદેવની કૃપા મેળવવા માટે માસિક શિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની એકસાથે પૂજા કરો.
ત્યારબાદ શિવલિંગ પર બિલ્વપત્ર (બેલ પત્ર) ચઢાવો. ધાર્મિક માન્યતા મુજબ બિલ્વપત્ર અર્પણ કરવાથી મહાદેવનો આશીર્વાદ મળે છે.
આ દિવસે ધતૂરાનું ફૂલ પણ શિવલિંગ પર ચઢાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધતૂરાથી સંતાન સુખની પ્રાપ્તી થાય છે અને દુશ્મનોમાંથી છૂટકારો મળે છે.
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કાચા દુધ અને દહીથી શિવલિંગનો અભિષેક કરો. કહેવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને નકારાત્મક એનર્જી દૂર થાય છે.