Kailash Mansarovar Yatra માત્ર હિન્દુઓ નહિ, આ ધર્મના લોકો માટે પણ છે કૈલાશ માનસરોવર પવિત્ર યાત્રા
Kailash Mansarovar Yatra લાંબા પાંચ વર્ષના વિરામ પછી, કૈલાશ માનસરોવર યાત્રા 2025માં ફરી શરૂ થવાની છે. જૂન મહિનાના અંતમાં શરૂ થનારી આ યાત્રા માત્ર હિન્દુઓ માટે જ નહીં પરંતુ અનેક ધર્મોના અનુયાયીઓ માટે પણ આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે. કૈલાશ પર્વત અને માનસરોવર તળાવ હિન્દુ ધર્મ અનુસાર ભગવાન શિવનું નિવાસસ્થાન છે, જ્યાં ભક્તો ભોલેનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે પર્વતની પરિક્રમા કરે છે.
બૌદ્ધ ધર્મ અને કૈલાશ
બૌદ્ધ ધર્મમાં કૈલાશને બ્રહ્માંડની આધ્યાત્મિક ધરી માનવામાં આવે છે. તેઓ માનતા છે કે અહીં બોધિસત્વ ચિરંજીવી રૂપે વસે છે. “ઓમ મણિ પદ્મે હમ” મંત્ર સાથે જોડાયેલ આ પર્વત બૌદ્ધોના માટે ધ્યાન અને આધ્યાત્મિકતા માટે અત્યંત મહત્વ ધરાવે છે.
જૈન ધર્મની માન્યતાઓ
જૈન ધર્મમાં કૈલાશ પર્વતને “અષ્ટાપદ પર્વત” તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા છે કે જૈન ધર્મના પ્રથમ તીર્થંકર ઋષભદેવે અહીં તપસ્યા કરીને મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. તેથી જ કૈલાશ જૈન અનુયાયીઓ માટે મોક્ષનું પવિત્ર દ્વાર છે.
શીખ ધર્મમાં પવિત્ર સ્થાન
શીખ ધર્મના સ્થાપક શ્રી ગુરુ નાનક દેવ કૈલાશ પર્વતની યાત્રા પર ગયા હોવાનું માનવામાં આવે છે. તેમણે અહીં આધ્યાત્મિક અનુભવ મેળવી ધ્યાન કર્યું હતું. આ સ્થળે મળતી ઊર્જા શીખ ધર્મમાં પણ મહત્વ ધરાવે છે.
ધર્મ અને કૈલાશ
તિબેટના પ્રાચીન બોન ધર્મમાં કૈલાશ પર્વતને સિપાઈમેન દેવીનું નિવાસ સ્થાન માનવામાં આવે છે. બોન ધર્મના અનુયાયીઓ કૈલાશને સમગ્ર વિશ્વની નકારાત્મકતાને દૂર કરતી શક્તિનું કેન્દ્ર માને છે.
સૌ માટે આધ્યાત્મિક કેન્દ્ર
કૈલાશ માનસરોવર માત્ર એક યાત્રા નથી, તે વિવિધ ધર્મો માટે આધ્યાત્મિક ઉર્જાનું એક અનોખું કેન્દ્ર છે. વૈજ્ઞાનિકો પણ અહીં આવીને તેના રહસ્યોના સંશોધન કરે છે. આ યાત્રા અનેક લોકો માટે આધ્યાત્મિક જગૃતિ અને આત્મશોધનો માર્ગ બની રહે છે.