જન્માષ્ટમી પર શશિ થરૂરનો રાજકારણીઓને સંદેશ: ‘નેતાઓએ ભગવાન કૃષ્ણ પાસેથી શું શીખવું જોઈએ’
દેશભરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરએ ભારતીય રાજકારણીઓને ભગવાન શ્રી કૃષ્ણના જીવન અને ઉપદેશોમાંથી પ્રેરણા લેવાનો અનોખો સંદેશ આપ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી શીખવા જેવી 7 મૂલ્યવાન બાબતો પર ભાર મૂક્યો હતો. તેમણે પોતાના મેસેજમાં સ્પષ્ટ કર્યો કે નેતાઓએ દેશની સેવા અને નૈતિકતા ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ – વ્યૂહરચનાની કળા, નિષ્કામ કર્મ, લોકો માટે કામ કરવું અને ઘમંડથી દૂર રહેવું એ આધુનિક નેતૃત્વ માટે જરૂરી છે.
1/3 इस साल #जन्माष्टमी हमारे 78वें स्वतंत्रता दिवस के ठीक बाद पड़ रही है, ऐसे में मेरे मन में यह सवाल आता है कि भारतीय राजनीति और नेताओं को महाभारत, भगवद् गीता और भागवत पुराण में वर्णित भगवान श्रीकृष्ण के जीवन और शिक्षाओं से क्या सबक मिल सकते हैं। मुझे कुछ बातें सूझती हैं। ये सबक… pic.twitter.com/6NXZJJ3XOc
— Shashi Tharoor (@ShashiTharoor) August 16, 2025
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક વિસ્તૃત પોસ્ટમાં મહાભારત, ભગવદ ગીતા અને ભાગવત પુરાણના ઉદાહરણો આપીને રાજકારણીઓ માટે સાત મહત્વપૂર્ણ ગુણોનો ઉલ્લેખ કર્યો છે. આ પોસ્ટ પર, કોંગ્રેસના જ અન્ય વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહએ કટાક્ષ કરતા પ્રશ્ન કર્યો છે કે, “શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આ ઉપદેશોનું પાલન કરશે?”
જન્માષ્ટમીના પાવન અવસરે, કોંગ્રેસના સિનિયર નેતા શશિ થરૂરે ભારતીય નેતાઓને ભગવાન શ્રીકૃષ્ણના
થરૂરના 7 ગુણો: નેતાઓ માટે કૃષ્ણ પાસેથી શીખવા જેવું
શશિ થરૂરે ભગવાન કૃષ્ણના જીવનમાંથી પ્રેરણા લઈને રાજકારણીઓ માટે નીચેના 7 ગુણો સૂચવ્યા છે:
- ધર્મ સર્વોપરી છે: નેતાઓએ પોતાના અંગત હિતોને બદલે દેશ અને સમાજના કલ્યાણ માટે કામ કરવું જોઈએ.
- રાજદ્વારી અને રાજકીય વિચારસરણી: શાંતિપૂર્ણ વાટાઘાટોનું મહત્વ સમજીને દેશના વિકાસ માટે લાંબા ગાળાની યોજનાઓ બનાવવી જોઈએ અને વિપક્ષની શક્તિઓ અને નબળાઈઓને સમજવી જોઈએ.
- મજબૂત નેતૃત્વનું મહત્વ: સાચો નેતા તે છે જે વ્યક્તિગત ગૌરવની ઈચ્છા રાખ્યા વિના તેની ટીમને સશક્ત બનાવે અને તેમને માર્ગદર્શન આપે.
- નિષ્કામ કર્મનો સિદ્ધાંત: નેતાઓએ સત્તા, ખ્યાતિ કે પૈસાના લોભ વિના સમાજની સેવા કરવી જોઈએ. તેમનું ધ્યાન ફક્ત પોતાના કર્તવ્ય પર હોવું જોઈએ, પરિણામ પર નહીં.
- માનવ સ્વભાવની સમજ: એક સારા નેતામાં માનવ સ્વભાવની ઊંડી સમજ હોવી જોઈએ, જેથી તેઓ પોતાની ટીમ બનાવી શકે અને વિરોધીઓનો સરળતાથી સામનો કરી શકે.
- લોકસંગ્રહની વિભાવના: રાજકારણીનું પ્રથમ કાર્ય ફક્ત પોતાના મતદારો માટે નહીં, પરંતુ સમાજના તમામ વર્ગોના કલ્યાણ માટે કામ કરવાનું હોવું જોઈએ.
- ઘમંડના જોખમો: થરૂરે કહ્યું કે, કૃષ્ણનું જીવન ચરિત્ર દર્શાવે છે કે ઘમંડ, સત્તાનો દુરુપયોગ અને નિયમોનું ઉલ્લંઘન આખરે વિનાશ તરફ દોરી જાય છે. સાચી શક્તિ નમ્રતા અને નિઃસ્વાર્થ સેવામાં રહેલી છે.
દિગ્વિજયનો કટાક્ષ
શશિ થરૂરની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા દિગ્વિજય સિંહે પહેલા તો તેમને અભિનંદન પાઠવ્યા. પરંતુ બાદમાં તેમણે કટાક્ષપૂર્ણ ટ્વીટમાં લખ્યું કે, “શું નરેન્દ્ર મોદી અને અમિત શાહ શ્રી કૃષ્ણના આ ઉપદેશોનું પાલન કરશે?” આ ટિપ્પણી કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક મતભેદો અને રાજકીય કટાક્ષનું ઉદાહરણ છે. આમ, જન્માષ્ટમીનો તહેવાર પણ રાજકારણમાં કટાક્ષ અને સૂચક વાતોનું પ્લેટફોર્મ બન્યો છે.
જ્યાં એક તરફ શશિ થરૂર રાજકારણમાં આધ્યાત્મિક મૂલ્યોને સ્થાન આપવા તરફ ઈશારો કરે છે, ત્યાં બીજી તરફ દિગ્વિજય સિંહ જેવી આગેવાન વ્યક્તિઓ તે સંદેશનો ઉપયોગ કરીને સત્તામાં રહેલા નેતાઓ પર સવાલ ઊભા કરે છે. આવા સંદેશાઓ ફક્ત ધાર્મિક પર્વોની ઉજવણી પૂરતા નથી, પરંતુ આજના રાજકારણમાં ધર્મ અને નૈતિકતાના સ્થાન વિશે પણ ચર્ચા જગાવે છે.