દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવો સતત વધી રહયા છે ત્યારે
અદાણી ગેસ લિમિટેડ દ્વારા સીએનજીની ગેસની કિંમતમાં 5 રૂપિયાનો વધારો થતા ખાસ કરીને રીક્ષા ચાલકોની હાલત ખુબજ દયનીય બની છે તેઓ પોતાના ખર્ચ કાઢવા જો ભાડું વધારે તો પેસેન્જર બેસતા નથી અને સીટી બસનો વિકલ્પ અપનાવે છે પરિણામે રીક્ષા ચાલકોના ઘર ચલાવવા મુશ્કેલ બન્યા છે.
આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ નવો ભાવવધારો જાહેર થયા બાદ હવે અદાણીએ પણ CNG અને કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં વધારો કરી દેતા ગેસ કીટ ધરાવતા ખાનગી અને કોમર્શિયલ વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અદાણી દ્વારા CNG માં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો થતાં નવો ભાવ 79.59 રૂપિયા થઇ ગયો છે.
સીએનજીના ભાવ વધતા રીક્ષા ચલાવી ગુજરાન કરતા રીક્ષા ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે,આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલા ભાવમાં તેજી જોવા મળી શકે છે.
ગુજરાતમાં આજથી અદાણીએ સીએનજીમાં નવો ભાવવધારો લાગુ કરતા હવે નવા ભાવ આ મુજબ જોવા મળી રહયા છે,જેમાં અમદાવાદમાં સીએનજીનો જૂનો ભાવ 74.59 રૂપિયા હતો જેમાં CNG માં પ્રતિ કિલો 5 રૂપિયાનો વધારો થતાં નવો ભાવ 79.59 રૂપિયા થયો છે જ્યારે વડોદરામાં 76.84 પ્રતિ કિલોગ્રામ,
પોરબંદર 82.59 પ્રતિ કિલોગ્રામ,
ખેડા 80.59 પ્રતિકિલોગ્રામ,સુરેન્દ્રનગર 80.59 પ્રતિ કિલોગ્રામ,
અમદાવાદ 79.59 પ્રતિ કિલોગ્રામ,
નવસારી 80.59 પ્રતિ કિલોગ્રામ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભાવવધારાને કારણે ખાસ કરીને રીક્ષા ચાલકો માટે વ્યવસાય કરવો માથાના દુખાવા સમાન બની ગયો છે. ગેસના ભાવ વધતા કેટલાક રીક્ષા ચાલકો દ્વારા ભાડામાં વધારો કરવા જતા પેસેન્જર અને રીક્ષા ચાલકો વચ્ચે માથાકૂટ ના બનાવો વધી ગયા છે
અત્રે ઉલ્લેખનીય છે કે પેટ્રોલ, ડીઝલના ભાવ વધારા થી પરેશાન મધ્યમવર્ગીય લોકો સી.એન.જી તરફ વળતા હોય છે. ત્યારે કુદકેને ભૂસકે વધી રહેલા સી.એન.જી ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગના લોકો માટે હવે વાહન ચલાવવાનું મોંઘું બની રહ્યું છે અને નારાજગી નો માહોલ છે.