BCCI ચીફ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ થયા છે.ગઈકાલે મોડી રાત્રે કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સૌરવને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા છે છતાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.2021ની શરૂઆતમાં પણ સૌરવ ગાંગુલીને પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું જાન્યુઆરીમાં ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારબાદ તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. એન્જિયોપ્લાસ્ટીના થોડા દિવસો બાદ પણ સૌરવની તબિયત લથડી હતી ત્યારે પણ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દેશમાં ઓમિક્રોનનું સંક્રમણ ખુબ ઝડપથી ફેલાઈ રહુયું છે એક જ દિવસમાં સૌથી વધુ 135 કેસ નોંધાયા છે, દેશમાં અત્યારસુધીમાં 19 રાજ્ય-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોનના કુલ દર્દીઓની સંખ્યા 670 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં ઓમિક્રોનના રેકોર્ડ 63 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં 26 નવા સંક્રમિત મળી આવ્યા હતા. ગુજરાતમાં પણ 24 નવા દર્દીઓ સામે આવ્યા હતા. અન્ય રાજ્યોમાંથી પણ તેલંગાણામાં 12, ઉત્તરાખંડમાં 3, હરિયાણામાં 3 અને 2 નવા કેસ નોંધાયા છે.સરકારે કહ્યું હતું કે ત્રીજાપૂર્વવર્તી માત્રા માટે લોકો અરજી કરી શકશ તેમણે કોરોનાના બીજા ડોઝ લગાવતાં 9 મહિના વીતી ચૂક્યા છે. કેન્દ્ર આગામી વર્ષે 10 જાન્યુઆરીથી આરોગ્યસંભાળ કામદારો અને 60 વર્ષથી ઉપરના લોકોને ત્રીજો ડોઝ લગાવવાનો નિર્ણય કર્યો છે.દેશમાં 3 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહેલા 15થી 8 વર્ષના કિશોરોના વેક્સિનેશનમાં ડોઝ માટે વધુ વિકલ્પ નહિ હોય.