રાજ્ય માં મોટાપાયે GST કૌભાંડ ની વાતો સપાટી ઉપર આવી રહી છે ત્યારે અમદાવાદ માં ટેક્સ કન્સલ્ટન્ટ અમરીશ દવે અને ઉજવલ દવે દ્વારા વેપારીઓ ને GST ના ભરવો હોય કે GST ભરવામાં કોઈ સેટિંગ કરવું હોય અને સરકારમાં GST ઓછો બતાવી જમા કરાવવો હોય તેનું કામ આસાની થી પતાવી આપતા હોવાની વાત ભારે ચર્ચાસ્પદ બની છે અને અહીંની વી.એસ. હોસ્પિટલની સામે એક કોમ્પ્લેક્ષ ખાતે ની ઓફીસ માં આ કામો થતા હોવાની ચર્ચા છે અને અમરીશ દવે તથા ઉજવલ દવે રાજ્ય 1કર વેરા ભવનના અધિકારી જોશી અને સોલંકી ના વહીવટદાર હોવાનું વેપારીઓ ને જણાવી મસ મોટી રકમ પડાવી GST ભરવામાં છેડછાડ કરી આપતા હોવા અંગે ઉઠેલી વ્યાપક ચર્ચા અને અહેવાલો અંગે સત્યડે માં અહેવાલો આવ્યા હોવા છતાં હજીસુધી કોઈ તપાસ નહિ કરવામાં આવતા ભારે રહસ્ય ઉભું થયું છે અને કેટલાક મોટા માથાઓ પડદા પાછળ સપોર્ટ કરતા હોવાની શકયતા તપાસ નો વિષય બની છે.અમદાવાદ શહેર પ્રમુખ અમિતશાહ ના પુત્ર સનની શાહ અને GST અધિકારીઓ સાથે તાલમેલ રાખનાર અમરીશ દવે અને તેના પુત્ર ઉજવલ દવે વચ્ચે શુ ઘરોબો છે ? તે પણ તપાસ નો વિષય છે.GST ના ક્યા અધિકારીઓ પણ અમરીશ દવે અને ઉજવલ દવે ને છાવરી રહ્યા હોવાનું ચિત્ર સપાટી ઉપર આવી રહ્યું છે.તેવે સમયે આ પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બની ગયું છે અને કરોડો રૂપિયા ની રમત નો ખેલ ચાલતો હોવાની વાતે માર્કેટ માં ભારે ચર્ચા જગાવી છે.
રાજ્ય માં GST માં ખોટા બિલ તેમજ ચલણ બનાવી કરોડો રૂપિયા નું રીતસર કૌભાંડ ચાલી રહ્યું છે અને હમણાંજ ડિશા માં આ પ્રકાર નું રૂ.5.98 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી ચુકી છે એટલુંજ નહિ પણ ડીસા GST વિભાગના ચાર કર્મચારીઓ, ટેક્સ એડવોકેટ અને 29 આરોપીઓ સહિત કુલ 35 ઈસમો સામે ખુદ સહાયક રાજ્ય વેરા કમિશનર ભારતીબેન દેસાઈ જ ફરિયાદ નોંધાવતા હોય તો તેની ગંભીરતા કેટલી હશે તેનો સહેજેય ખ્યાલ આવી જાય છે.
આવા સમયે મોટા માથાઓ ની ઓથ હેઠળ અમદાવાદ જેવા મેટ્રો શહેર માં કેટલા મોટા વહીવટ થતા હશે તેંની સહેજેય કલ્પના થઈ શકે છે.સત્યડે પાસે અમદાવાદ માં ચાલતા કરોડો ના વહીવટ અંગે એક જવાબદાર મીડિયા તરીકે અવાજ ઉઠાવતું રહેશે અને કોઈપણ ચમરબંધી ની હવા કાઢવા તત્પર છે ત્યારે સંબંધિત વિભાગ માં ઉંચા સ્થાને બેઠેલા અધિકારીઓ અને રાજ્ય વેરા કમિશનર આ વાત ને ગંભીરતા થી લઈ તપાસ કરાવે તો મોટા ખુલાસા થઈ શકે છે.