સુરત :હાઈકોર્ટના આદેશાનુસાર પાસ નેતા હાર્દિક પટેલ આજ રોજ ઓગણીસમાં ગુરુવારે સુરત ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ ખાતે હાજરી પુરાવવા પોહચ્યો હતો.જ્યા મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિકે અમિત શાહ અને કેરળની ઘટનાને લઈ ગુજરાતમાં ચાલી રહેલા આરોપો – પ્રત્યારોપો અંગે વાત કરી હતી…
પાસ નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ,છેલ્લા બે દિવસથી કેરળની ઘટનાં ને લઈ ગુજરાતમાં ઘણા બધા પ્રત્યારોપો ચાલી રહયા છે.તો બીજી તરફ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મેઘાલય ખાતે જવાના છે ,જ્યા બીફ પાર્ટીનું સ્પેશિયલ આયોજન કરવામાં આવ્યું છે..સ્વાભાવિક છે કે કાર્ય કરવામાં અને બોલવામાં પણ ભારતીય જનતા પાર્ટીમાં ઘણો ફરક છે…ગૌ હત્યા મુદ્દે સરકારે પણ હવે સહાય કરવી જોઈએ.ગુજરાતમાં અનેક ગૌ શાળાઓ ચાલી રહી છે.સરકાર તરફથી કોઈ સહાય ન મળતી હોવાના કારણે પણ ગૌ હત્યા જેવા પ્રયાસો થતા હોય છે.શંભુ મહારાજ પર જે હુમલો થયો ,તે પરથી પાર્ટી તરફથી પણ પોતાના સંસ્કારો દેખાડવામાં આવી રહયા છે.જેમાં ગુજરાતની જનતાનો મરો થઈ રહ્યો છે.પરંતુ જનતા હવે જાગૃત થાય ગઈ છે અને આવનારા સમયમાં તેનો જવાબ આપશે.
હાર્દિકે વધુમાં ઉમેર્યું હતું કે ,કોઈ એક વ્યક્તિને કારણે પાર્ટીને દોષી ના ગની શકાય.જેમાં પછી કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી.જો સાચા અર્થમાં કોઈ એક વ્યક્તિના કારણે પાર્ટીને ખરાબ ગની શકાય તો ,મારા મંતવ્યા પ્રમાણે નલિયાકાંડ જેવી ઘટના પરથી ભારતીય જનતા પાર્ટીને બળાત્કારી જનતા પાર્ટી કહેવી જોઈએ.ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનો કોઈ એક કાર્યકર આઈએસઆઈ એજન્ટ જોડે દેખાય તો એવું નથી કે સમગ્ર ભારતીય જનતા પાર્ટીને આંતકવાદી પાર્ટી છે.
અમિત શાહ દ્વારા આદિવાસી સમાજના ત્યાં ભોજન કરવામાં આવ્યું હતું.જે અંગે પણ હાર્દિકે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ,આ એક પોલિટિકલ સ્ટન્ટ છે.જે બાબતે કોઈ કોમેન્ટ કરવા નથી માંગતો.જો એટલો પ્રેમ હોય તો આદિવાસી સમાજની દીકરીઓને આરએસએસ ના લોકો પોતાના પગ સાફ ન કરાવતા હોત.મારા મંતવ્યા પ્રમાણે આદિવાસી ના ત્યાં જઈને જમવું એ કોઈ સંસ્કાર અથવા સભ્યતા દેખાડતા હોય એ વાતમાં હું માનવા તૈયાર નથી.આજે પણ આદિવાસી સમાજના લોકોને તકલીફો વેઠવી પડી રહી છે.તેઓની જમીન પ્રાઇવેટ સેક્ટરોને ન આપી દેવી જોઈએ.આદિવાસી સમાજના ત્યાં જઈ જમવું અને બે સમયનો રોટલો પણ લઈ લેવો તે સારી બાબત નથી.પાટીદાર સમાજના લોકોની જે સીટો પર નુકશાન છે ,તેની સામે આદિવાસી સમાજના લોકોના મત મેળવવાના આ પ્રયાસ છે….સાથે કોઈ ના ઘરે જઈ જમવાથી કોઈ પણ પ્રકારનો પોલિટિકલ ફાયદો ભાજપ ને નહીં થઈ શકે.