સોમવારે ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે સ્થાનિક શેરબજારના સકારાત્મક વલણને કારણે ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે 7 પૈસાના વધારા સાથે. 73.73 પર ખુલ્યો હતો.
ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો પ્રારંભિક કારોબારમાં 73.79 પર ખુલ્યો હતો. બાદમાં તે સાત પૈસાના વધારા સાથે 73.73 પ્રતિ ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે.
નોંધનીય છે કે ભારતીય રૂપિયો, અમેરિકન ડોલર સામે શુક્રવારે 73.80 ની સપાટીએ બંધ રહ્યો હતો.