નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ત્રણ દેશોની ચાર દિવસીય યાત્રા પર આજે રવાના થઈ ગયા છે. પીએમ મોદી આજે પોર્ટુગલમાં રહેશે. મોદી પોર્ટુગલના લિસ્બનમાં પ્રધાનમંત્રી એતોનિયો કોસ્ટાને મળશે. કોસ્ટા સાથેની પોતાની બેઠકમાં મોદી હાલમાં બન્ને વચ્ચે થયેલી ચર્ચાના આધાર પર વિભિન્ન સંયુક્ત કદમો અને નિર્ણયો પર સમીક્ષા કરશે.
26 જૂને તેઓ વોશિંગ્ટન ડીસીમાં યૂએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્હાઈટ હાઉસમાં ડિનર લેશે. આ ડિનરલ લેનાર તેઓ પહેલા વિદેશી નેતા બનશે. મોદી-ટ્રમ્પ વચ્ચેની સમગ્ર મુલાકાત લગભગ પાંચેક કલાકની રહેશે. સોમવારે બપોરે 3.30 વાગ્યે મોદી-ટ્રમ્પ વ્યક્તિગત રીતે ચર્ચા કરશે. ત્યારબાદ પ્રતિનિધિમંડળ સ્તરે ચર્ચા થશે, પત્રકારોને સંયુક્ત રીતે સંબોધિત કરશે, મોદીના માનમાં કોકટેલ રીસેપ્શનનું આયોજન કરવામાં આવનાર છે અને રાતે ટ્રમ્પની સાથે ડિનર બાદ મોદીની યૂએસ યાત્રાનું સમાપન થશે.
જે બાદ તેઓ 25 અને 26 જૂને અમેરિકાની યાત્રાએ રહેશે. 26મી જૂને તેઓ યૂએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાતે મુલાકાત કરશે. આ મુલાકાતમાં આતંકવાદી, H1B વિઝા નિયમોમાં સંભવિત બદલા મુદ્દે ભારતીયોની ચિંતાઓ પર ચર્ચા કરશે. H1B વિઝા નિયમોના મુદ્દાને ભારત ઘણીવાર અમેરિકા સમક્ષ ઉઠાવી ચુક્યું છે. અમેરિકી અર્થવ્યવસ્થામાં ભારતીય કંપનીઓનું મહત્વનું યોગદાન છે. ઉપરાંત બંને દિગ્ગજો સાથે રક્ષાસંબંધી ચર્ચા પણ થઈ શકે છે. બંને નેતાઓની આ પહેલી મુલાકાત છે. તો 25મી જૂને પીએમ મોદી અમેરિકાની પ્રસિદ્ધ કંપનીઓના સીઈઓ અને કારોબાર પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે..
મોદી 27 જૂને નેધરલેંડમાં રહેશે જ્યાં તેમની પ્રધાનમંત્રી માર્ક રૂટ્ટે અને રાજા વિલેમ એક્લેસ્જેંડર અને રાણી મેક્સિમા સાથે ઔપચારિક મુલાકાત રહેશે. ભારત અને નેંધરલેંડ બન્ને દેશ આ વર્ષે રાજનૈતિક સંબંધોની સ્થાપનાની 70મી વર્ષગાંઠ મનાવી રહ્યા છે.