તેમના બેબી પાવડરના ઉપયોગથી ગર્ભાશયનું કેન્સર થયાના દાવા ઉપર ચુકાદો : હજારો મહિલાઓએ કંપની સમક્ષ આવો દાવો કર્યો છે : બીબીસીઃ કંપની આ પહેલા પણ પાંચમાંથી ૪ કેસ હારી ચૂકી છે : જેમાં ૨૦૦૦ કરોડ રૂ. જેવો દંડ થયો છે : હવે અપીલમાં પડકારશે
કેલિફોર્નિયા (યુએસએ) : વિશ્વ પ્રસિદ્ધ ફાર્માસ્યુટીકલ કંપની જોનસન એન્ડ જોનસનને ૨૬૭૨ કરોડ (૨૬.૭૨ અબજ) રૂપિયાનો દંડ ફટકારાયો છે.
જોનસન એન્ડ જોનસન કંપનીનો ટેલકમ પાવડર વાપરવાથી તેને ગર્ભાશયનું કેન્સર થઈ ગયેલ હોવાનું જણાવી એક મહિલાએ અમેરીકાની કેલીફોર્નિયા ખાતેની એક અદાલતમાં જોનસન એન્ડ જોનસન કંપની વિરૂદ્ધ જંગી વળતર માટે દાવો ફટકારેલ.
કંપનીઓના આવા ઉત્પાદનો ઉપર ”કેન્સરનો ભય હોવાની” ચેતવણી આપવામાં આવી ન હોય તેવા કેસોમાં કેલીફોર્નિયાના ન્યાયાધીશોનો આ વળતર આપવાનો ચુકાદો મોટામાં મોટો છે.
અદાલતે જે દંડ ફટકાર્યો તે કેન્સર પીડિતાને ચુકવી દેવા જોનસન એન્ડ જોનસન કંપનીને આદેશ કર્યો છે.
જોનસન એન્ડ જોનસનની પ્રવકતા કૈરોલ ગુડરીચે એક નિવેદનમાં કહ્યું છે કે અમે આ ચુકાદાની વિરૂદ્ધ ઉપરની કોર્ટમાં અપીલ દાખલ કરીશુ. કારણ કે અમે વિજ્ઞાનને માનીએ છીએ. તેમણે કહ્યું કે અમારા પાવડરથી કેન્સર થયુ છે. એ માટેના પુરાવા અધુરા – અપૂરતા છે.
અમેરીકાના ન્યુજર્સી ખાતેના જોનસન એન્ડ જોનસનના હેડકવાર્ટરમાં હજારો મહિલાઓએ લગાવ્યા પછી તેઓ ગર્ભાશયના કેન્સરની શિકાર બનેલ છે.
જોનસન એન્ડ જોનસન કંપની આ પહેલા પણ પાંચમાંથી ચાર કેસ હારી ચૂકી છે અને જે માટે કંપની ઉપર ૩૦ કરોડ ડોલર (લગભગ ૨૦ અબજ – ૨૦૦૦ કરોડ રૂપિયા)ના દંડ લાગી ચૂકયાનું બીબીસી નોંધે છે.
આ ભોગ બનેલી મહિલાઓનો એવો દાવો છે કે ગુપ્તાંગમાં થતા પરસેવાને શોષી લેવા માટે તેઓ આ પાવડરનો ઉપયોગ કરતી હતી.
આ કેસની સંભાળ રહેલા વકીલને ટાંકીને બીબીસી (હિન્દી) સમાચાર સંસ્થા નોંધે છે કે ઈવા ઈકેવેરીયા (૬૩ વર્ષ), ૧૧ વર્ષની ઉંમરથી બેબી પાવડરનો ઉપયોગ કરે છે. ૧૦ વર્ષ પૂર્વે તેને ગર્ભાશયનું કેન્સર થયાનું બહાર આવેલ.
આ મહિલાએ એવો દાવો કર્યો છે કે જોનસન એન્ડ જોનસન કંપનીને આ પાવડરના ઉપયોગથી કેન્સરના ખતરા અંગેની જાણકારી હતી, પરંતુ તેમણે લોકોથી આ વાત છુપાવી હતી.
કેલીફોર્નિયા અદાલતે જોનસન એન્ડ જોનસન કંપની ઉપર ૭૦ મિલિયન ડોલર વળતરરૂપે અને ૩૪૭ મિલીયન ડોલર સજારૂપે ફટકાર્યા છે.
વર્ષોથી આ વાત ચિંતાનો વિષય બન્યો છે કે ટેલ્કમ (અભ્રકયુકત) પાવડર ખાસ કરીને ગુપ્તાંગો ઉપર લગાડવાથી ગર્ભાશયનું કેન્સર થાય છે. તેમ બીબીસીના હેલ્થ એડીટર જૈમ્સ ગેલાધર આ અહેવાલમાં નોંધે છે. પરંતુ પુરાવા નિર્ણાયક નથી. આંતરરાષ્ટ્રીય રીસર્ચ સંસ્થાનોના કહેવા મુજબ ગુપ્તાંગો ઉપર ”અભ્રક”ના ઉપયોગથી કેન્સર થઈ શકે છે.
કુદરતી રૂપે મળી આવતા અભ્રકતા એસ્બેસ્ટસ હોય છે જેનાથી કેન્સર થાય છે.
૧૯૭૦ના દાયકાથી જ બેબી પાવડર અને અન્ય કોસ્મેટીક ઉત્પાદનોમાં ”એસ્બેસ્ટસ”યુકત અભ્રકનો ઉપયોગ કરવામાં આવે છે. તેવુ બીબીસીના આ હેવાલમાં જણાવાયું છે. પ્રસિદ્ધ થયેલ તસ્વીરો બીબીસી હિન્દીના હેવાલમાંથી સાભાર…