પેચીશ (સંગ્રહણી) : 20 ગ્રામ પુનર્રવા, ક્તુકી, ગળો, લીમડાની છાલ, પટોલપત્ર, સુંઠ, દારૂહળદર, હરડે વગેરે ને ૩૨૦ મી.લી. પાણીમાં ભેળવીને તેને ઉકાળો જયારે તે 80 ગ્રામ રહે તો આ રાબ ને 20 ગ્રામના પ્રમાણમાં સવાર સાંજ પીવાથી પેચીશ ઠીક થઇ જાય છે. 1 લીટર ગળોના રસમાં, તેમાં 250 ગ્રામ તેના ચૂર્ણને 4 લીટર દૂધ અને 1 કિલોગ્રામ ભેંશ ના ઘી માં ભેળવીને તેને હળવા તાપ ઉપર પકાવો જયારે તે 1 કિલો ગ્રામ વધે તો તેને ગાળી લો. તેમાં થી 10 ગ્રામ ના પ્રમાણમાં 4 ગણું ગાયના દુધમાં ભેળવીને સવાર સાંજ પીવાથી પેચીશ રોગમાં સારું થઇ જાય છે અને તેનાથી કમળો અને હલીમક રોગ ઠીક થઇ શકે છે.
આંખની બીમારી : લગભગ 11 ગ્રામ ગળોના રસમાં 1-1 ગ્રામ મધ અને સિંધાલુમીઠું ભેળવીને, તેને ખુબ સારી રીતે ગરમ કરો અને પછી તે ઠંડુ કરીને આંખો ઉપર લગવવાથી આંખના ઘણી જાતના રોગ દુર થઇ જાય છે. તેના ઉપયોગથી પિલ્લ, બવાસીર, ખરજવું, લિંગનાશ અને શુક્લ અને કૃષ્ણ પટલ વગેરે રોગ પણ ઠીક થઇ જાય છે. ગળોના રસમાં ત્રિફળા ને ભેળવીને રાબ બનાવી લો. તેને પીપરના ચૂર્ણ અને મધ સાથે સવાર સાંજ સેવન કરવાથી આંખોની દ્રષ્ટિ વધી જાય છે અને આંખો સાથે જોડાયેલ ઘણી જાતના રોગો દુર થઇ જાય છે.
ક્ષય (ટી.બી.) : ગળો, કાળામરી, વંશલોચન,ઈલાયચી વગેરે ને સરખા ભાગે લઈને ભેળવી લો. તેમાં 1-1 ચમચીના પ્રમાણમાં દૂધ સાથે થોડા અઠવાડિયા સુધી લેવાથી ક્ષયનો રોગ દુર થઇ જાય છે. કાળા મારી, ગળોનું ઝીણું ચૂર્ણ , નાની ઈલાયચીના બે દાણા, અસલી વંશલોચન અને ભીલવા સરખા પ્રમાણમાં વાટીને કપડાથી ગાળી લો. તેમાં થી 130 મીલીગ્રામ પ્રમાણે માખણ કે મલાઈમાં ભેળવીને દિવસમાં 3 વખત સેવન કરવાથી ટીબી નો રોગમાં સારું થઇ જાય છે.
વાતરક્ત : ગળોના 5-10 મી.લી. રસા અથવા 3-6 ગ્રામ ચૂર્ણ કે 10-20 ગ્રામ કલ્ક અથવા 40-60 ગ્રામ રાબને રોજ સતત થોડો સમય સુધી પીવાથી રોગી વાતરક્ત થી મુક્ત થઇ જાય છે.
લોહીનું કેન્સર : લોહીના કેન્સરથી પીડિત રોગીને ગળોના રસમાં જવાખાર ભેળવીને સેવન કરાવવાથી તેનું લોહીનું કેન્સર ઠીક થઇ જાય છે. ગળો લગભગ 2 ફૂટ લાંબી અને એક આંગળી જેટલી મોટી, 10 ગ્રામ ઘઉં ના લીલા પાંદડા લઈને થોડા પાણીમાં ભેળવીને વાટી લો પછી તેને કપડામાં રાખીને નીચોવીને રસ કાઢી લો. આ રસના એક કપના પ્રમાણમાં ખાલી પેટ સેવન કરવાથી ફાયદો થાય છે.