ગતરોજ બપોરે 3.30થી 3.45ની વચ્ચે બંનેને સાત ફેરા લીધા. માહિતી એવી પણ મળી રહી છે કે બંનેએ પોતાના લગ્નજીવન શરૂ કરવા માટે અહીંના પ્રસિદ્ધ ચૌથ માતા મંદિરમાં દેવીના આશીર્વાદ પણ લીધા હતા.
લગ્નમાં માત્ર નિકટના પરિવારજનો હાજર રહ્યાં હતાં.ગઈકાલે બપોરે 12 વાગે લગ્નની વિધિ શરૂ થઈ હતી. વિન્ટેજ કારમાં મહેલની અંદર જાન કાઢવામાં આવી હતી. ત્યારબાદ વિકી કૌશલે ઘોડી પર ચઢીને તોરણ મારવાની વિધિ પૂરી કરી હતી. ત્યારબાદ વર પક્ષ તથા કન્યા પક્ષ એકબીજાને મળ્યા હતા. વિકીના પપ્પા શામ કૌશલ તમામને મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. બપોરે સાડા ત્રણ વાગે ફેરા ફર્યા હતા અને પછી લગ્નની અન્ય વિધિ શરૂ થઈ હતી. સાંજે સવા પાંચ વાગે લગ્ન સંપન્ન થયા હતા.
લગ્ન પૂરા થયાં બાદ વિકી તથા કેટે વડીલોના આશીર્વાદ લીધા હતા. તમામ જાનૈયા સાફા તથા શેરવાનીમાં જોવા મળ્યા હતા. કેટરીના તથા વિકીના લગ્ન મંડપને ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. મંડપને એ રીતે બનાવવામાં આવ્યો છે કે તેની સામે મંદિર આવે. મંડપને ઓરેન્જ, યલો તથા પિંક કલરના ફેબ્રિકથી ડ્રેપ કરવામાં આવ્યો હતો. મંડપની આસપાસ નાના-નાના ટેન્ટ્સ લગાવવામાં આવ્યા હતાં, અહીંયા મહેમાનો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સિક્યોરિટીને કારણે મહેલ કાળા કપડાંથી ઢાંકવામાં આવ્યો
વિકી જાન લઈને રાણી પદ્માવતી મહેલમાં આવ્યો હતો. અહીંયા મંદિરની સામે મંડપ બનાવવામાં આવ્યો હતો અને બંનેએ ફેરા ફર્યાં હતાં.