જે દિવસ માટે આખો દેશ રાહ જોઈ રહ્યો છે, તે દિવસ આવી ગયો છે. દેશના ઈતિહાસનો સૌથી મોટો સુધાર, જેને માનવામાં આવી રહ્યો છે, તે GST શુક્રવાર રાતના 12 વાગે લાગુ થશે. આના માટે સંસદ ભવનમાં મેગા શો રાખવામાં આવ્યો છે. પી.એમ મોદી,રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સહિત દેશની મોટી હસ્તીઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) આજ રાત (શુક્રવારે) સંસદનો વિશેષ સત્ર બોલાવી લોન્ચ કરવામાં આવશે. આઝાદ ભારતના ઈતિહાસમાં આ ચોથી વાર છેકે જ્યારે સંસદના સેન્ટ્રલ હોલમાં મિડનાઈટ સેશન ચાલશે. આ સમારોહ રાતના 11 વાગે શરૂ થશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પીએમ નરેન્દ્ર મોદીનું ભાષણ રહેશે. રાતના 12 વાગે ઘંટી વાગશે અને સાથે જ જીએસટી લાગુ થઈ જશે. આના માટે સંસદને દુલ્હનની જેમ સજાવવામાં આવશે. આ પહેલા 1997માં આઝાદીની સ્વર્ણ જ્યંતિના પર સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 15 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રીની યાદ અપાવે તેવું હશે. જ્યારે ભારત પોતાના ભવિષ્યના રસ્તા પર આગે નિકળ્યો હતો.
આ પહેલા ત્રણ વાર અડધી રાતના સેન્ટ્રલ હોલમાં સંસદ ચાલી છે.
1. 14 ઓગસ્ટ 1947માં સેન્ટ્રલ હોલને કોન્સ્ટિટ્યૂશન હોલ કહેવામાં આવતો હતો. દેશને આઝાદી મળવાની હતી, અડધી રાતે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું. પહેલા રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી (જવાહરલાલ નેહરૂ)એ સ્પીચ આપી હતી.
2. 14 ઓગસ્ટના 1972ના આઝાદી મળ્યાના 25 વર્ષ પૂરા થયા હતા તે સમયે પણ સંસદ અડધી રાત્રે બોલાવામાં આવી હતી, ત્યારે વીવી ગિરી રાષ્ટ્રપતિ હતા અને ઈન્દ્રિરા ગાંધી પ્રધાનમંત્રી હતા.
3. 14 ઓગસ્ટ 1997ના આઝાદીને 50 વર્ષ પૂરા થા તે વખતે પણ અડધી રાતના વિશેષ સત્ર બોલાવામાં આવ્યું હતું. તે સમયે ઈન્દ્ર કુમાર ગુજરાલ પીએમ હતા અને કે.આર.નારાયણ રાષ્ટ્રપતિ હતા.
જીએસટી લાગુ થતાં પહેલા લોકોના મનમાં હજુ પણ ઘણાં સવાલ છે, કે આખરે કઈ વસ્તુઓ પર કેટલો ટેક્સ લાગશે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા લીસ્ટમાં અમુક વસ્તુઓ એવી પણ છે, જેના પર 0 ટકા ટેક્સ એટલેકે કોઈ ટેક્સ નહીં લાગે, જાણો કંઈ છે તે વસ્તુઓ
ખાદ્ય પદાર્થો
- તાજા શાકભાજી
- માર્ક વગરનો લોટ, મેંદો, બેસન
- ગોળ
- દૂધ
- ઈંડા
- દહીં
- લસ્સી
- ખુલ્લુ પનીર
- માર્કા વગરનું મધ
- ખજુરનો ગોળ
- મીઠુ
- કાજલ
- બાળકોની ડ્રોઈંગની પુસ્તકો
- શિક્ષા સેવાઓ
- સ્વાસ્થ્ય સેવાઓ
શું છે GST ?
GSTનું પુરુ નામ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (વસ્તુ તેમજ સેવા કર) છે. આ કેન્દ્ર અને રાજ્ય સરકારની તરફથી લેવામાં આવેલ 15થી વધારે ઈનડાયરેક્ટ ટેક્સના બદલામાં લેવામાં આવતો ટેક્સ છે. જીએસટી આખા ભારતમાં એક સાથે 1લી જુલાઈથી લાગુ થશે.
GSTમાં ટેક્સ સ્લેબ :
GST લાગ્યા બાદ ઘણી સેવાઓ અને વસ્તુઓ પર લાગવાવાળો ટેક્સ પૂરો થઈ જશે. પહેલી જુલાઈ પછી દેશમાં વન નેશન, વન ટેક્સનો કોન્સેપ્ટ અમલ કરવામાં આવશે. જીએસટી અંતર્ગત 5%, 12%, 18% અને 28% ટેક્સ સ્લેબ બનાવવામાં આવશે. આના સિવાય રફ ડાયમંડ માટે 0.25 ટકા અને ગોલ્ડ પર બીજો 3 ટકા સ્પેશીયલ રેટ રહેશે. જ્યારે સિગરેટ જેવી વસ્તુઓ પર એડિશનલ સેસ પણ લાગશે.